Sunday, August 3, 2025 2:44 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિ..!!! - વહીવટી તંત્ર એલર્ટ મોડ પર..

    નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં એલર્ટ જાહેર...

    Updated : August 01, 2025 03:57 pm IST

    Sushil pardeshi
    ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિ..!!! - વહીવટી તંત્ર એલર્ટ મોડ પર..

    વિરલ ગોહિલ, ભરૂચ

    ડેમમાં ઉપરવાસથી ભારે જળઆવક થતા ડેમના 23 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના સીધા અસરો ભરૂચ નજીકના કાંઠાવર્તી વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી મોટા પાયે પાણી છોડાતા ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિને ધ્યાને લેતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.


    ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી વોર્નિંગ લેવલ (22 ફૂટ) વટાવે તેવી શક્યતા હોવાને કારણે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયો છે. આ પરિસ્થિતિમા માછીમારોને નદીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે અને સ્થાનિક લોકોને પણ નદીકાંઠે ન જવાની સૂચના અપાઈ છે.



    આ સંદર્ભે વહીવટી તંત્રએ તમામ સંબંધિત વિભાગો, પોલીસ મશીનરી, NDRF તથા આરોગ્ય વિભાગને સજ્જ રહેવા સૂચના આપી છે. નર્મદા નદીના પાણીનું સ્તર વધી શકે છે, જેથી લોકો જોડાયેલ માહિતી પર ધ્યાન આપે અને તંત્ર સાથે સહયોગ રાખે તેવી અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા દર કલાકે અપડેટ આપવામાં આવશે અને હાલના તમામ કાંઠાવસ્તી વિસ્તારના સરપંચોને સાવચેતી રાખવા અંગે ખાસ સૂચના આપી દેવામાં આવી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિ..!!! - વહીવટી તંત્ર એલર્ટ મોડ પર.. | Yug Abhiyaan Times