નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગનો સિલસિલો યથાવત 15 દિવસમાં ત્રીજો બનાવ...
તંત્ર ક્યારે લગાવશે સુરક્ષા જાળી.?
Updated : August 10, 2025 02:59 pm IST
Sushil pardeshi
વિરલ ગોહિલ, ભરૂચ
અંકલેશ્વર,ભરૂચ ,નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા પંદર દિવસમાં ત્રીજો બનાવ બન્યો છે, જેમાં સદનસીબે ત્રણે લોકોને બચાવી લેવાયા છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરો હવે તંત્રને વહેલી તકે બ્રિજ પર સુરક્ષા જાળી લગાવવાની માંગ કરી રહ્યા છે.
નવીદિવી ગામ નજીક શિવદર્શન સોસાયટીમાં રહેતા આશરે 55 વર્ષીય પુરુષે રાત્રીના 1 વાગ્યે ઘરે પરથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પરથી પાણીમાં છલાંગ લગાવી હતી. વહેલી સવારમાં ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક નદીકાંઠે સ્થાનિક નાવિકોની નજરે તેઓ પાણીમાં હાથ હલાવતા જોવા મળ્યા. નાવિકોએ તરત જ તેમને બહાર કાઢી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી પુરુષ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ જીવનથી કંટાળી ગયા છે અને જીવવું નથી. વારંવાર સમજાવ્યા બાદ તેમણે પોતાની દીકરીનો સંપર્ક નંબર આપ્યો હતો. પરિવારજનોને સ્થળ પર બોલાવી તેઓને સોપવામાં આવ્યા હતા.
આ પહેલા, દશામાતા વિસર્જનના બીજા દિવસે એક વૃદ્ધ અને થોડા જ દિવસો બાદ એક યુવતીએ પણ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેને સ્થાનિક માછીમારો અને ધર્મેશ સોલંકીની ટીમે બચાવ્યા હતા. ત્રણેય બનાવોમાં નાવિકો અને સામાજિક કાર્યકરોની સતર્ક તાથી જાનહાની ટળી છે. પરંતુ સતત બનતા આવા બનાવોને પગલે તંત્રે સુરક્ષા જાળી લગાવવાની વાત કરી હોવા છતાં હજી સુધી કામ શરૂ થયું નથી, જેને લઈ લોકમાગ ઉઠી છે કે વહેલી તકે પગલાં લેવામાં આવે.
પરિવારે પોતાના સગાને જીવ બચાવી લાવનાર નાવિકો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

મેહાલી સ્કૂલ, અટાલીમાં સ્વાતંત્ર્ય દિવસ ઊર્જા અને ઉત્સાહ સાથે ઉજવાયો

પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

‘સ્યુસાઇડ પોઇન્ટ’ની બદનામીથી મુક્તિ તરફ પગલું...

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
