Updated : March 07, 2026 07:05 pm IST
Bhagesh Pawarમિત્ર ક્યારેય આવું કૃત્યુ કરશે તેવું વિચાર્યું પણ નહીં હોય, મદદ માટે ગયેલી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનાવ પામી હતી. પીડિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પી.જીમાં રહીં અભ્યાસ કરે છે. છેલ્લા થોડા મહિનાથી તેને આજવા રોડ સ્થિત ગજ્જ ચેમ્બરમાં રહેતા આકાશસિંગ વિજયસિંગ ઠાકુર સાથે મિત્રતા થઇ હતી. આકાશને જાણે એક તરફી પ્રેમ હોય તે રીતે પીડિતા સાથે વર્તન કરતો હતો. આકાશ એક ખાનગી ઇન્સ્યૂરન્સ કંપનીમાં નોકરી કરે છે.
આકાશ અને પીડિતા વચ્ચે મિત્રતા હોવાથી તેને જાણવા મળ્યું હતુ કે, પીડિતાએ ઘણા દિવસોથી કપડા ધોયા નથી, જેથી તે પીડિતાને ઘણા દિવસોથી કહેતો કે મારા ઘરે વોશીંગ મશીન છે, તું આવીને તારા કપડા ધોઇ જા. પરંતુ પીડિતા તેના ઘરે જવા માટે ઇન્કાર કરતી હતી. તેવામાં આકાશે ગત તા. 5 માર્ચ, 2026ની રાત્રીએ પીડિતાને ઘરે કપડા ધોવા માટે ખુબ દબાણ કરતા એ તેના ઘરે ગઇ હતી.
જ્યાં કપડા ધોતા પીડિતાને રાત્રીના સાડા બારે વાગી ગયા હતા. જેથી તેને ઘરે જવાનું કહેતા, આકાશે કહ્યું હાલ સોસાયટીનો ગેટ બંધ થઇ ગયો છે, હવે સવારે ખુલશે એટલે ગેટ ખુલે ના ત્યાં સુધી તું મારા ઘરેજ સુંઇ જા, રાત્રીનો સમય હોવાથી પીડિતા ઘરના હોલમાં બેસી સોસાયટીનો ગેટ ખુલવાની રાહ જોઇ રહીં હતી. ત્યારે રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ આકાશ પીડિતાને પોતાના રૂમમાં સુવા માટે બોલાવતો હતો.
પરંતુ તેણીએ ના પાડતા આખરે બળજબરીપૂર્વક આકાશ તેને પોતાના રૂમમાં લઇ ગયો અને ત્યાં તેને પીડિતાને પોતાના રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતુ. આ સાથે આરોપીએ પીડિતાના આઠેક જેટલા બિભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી અને એમ પણ કહ્યું કે, હું જ્યારે બોલાવું ત્યારે આવી જવાનું અને તે સમયે તારો એક વીડિયો ડીલીટ કરીશ.
ઉપરોક્ત સમગ્ર ઘટના પીડિતાએ બોપાદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી વર્ણવી હતી. જેથી પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી પંચનામાની કાર્યવાહી કરી દુષ્કર્મનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી આકાશસિંગ ઠાકુરની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ