Updated : August 12, 2025 01:11 pm IST
Sushil Pardeshiઆજનું યુવાધન સેલ્ફીમાં એવું ઘેલું થયું છે કે જીવનો જોખમ લેતા પણ વિચારતા નથી. સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યા હોય તેવા કેટલાય સમાચારો પ્રકાશમાં આવ્યા છે. તેમ છતાંય આવા બનાવો અવારનવાર બનતા જ હોય છે. તેવામા આવો જ એક કિસ્સો ભરૂચ થી પ્રકાશમાં આવ્યો છે.
સેલ્ફીના ચક્કરમાં ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમા પાંચ યુવકોની જિંદગી જોખમમાં મૂકાઈ હતી. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીમાં પાંચ યુવકો સેલ્ફી માટે નદી કિનારે લાંગરેલી બોટમાં ગયા હતાં. જ્યાં સેલ્ફી ખેંચી મોજમસ્તી કરી રહ્યા હતાં. આ દરમિયાન નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓચિંતો વધ્યો હતો.પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચેય યુવક ફસાયા હતાં. અને બુમાબુમ કરી હતી. સદનસીબે સ્થાનિક નાવિકને જાણ થતા તાત્કાલિક રેસ્ક્યુ કરી પાંચેય યુવકનો જીવ બચાવી લીધો હતો.
આ પાંચ યુવકોનો જીવ બચાવ્યા બાદ રેસ્ક્યુ કરનાર નવીકે યુવાનોને સેલ્ફી ના ચક્કર થી દૂર રહેવા વિનંતી કરી હતી. ત્યારે હવે આ નાવિકની વિનંતી ની અસર યુવાધન પર કેટલી થાય છે તે તો સમય જ બતાવશે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ