Monday, August 18, 2025 9:02 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચ જિલ્લામા પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન

    108 કાવડયાત્રીઓ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન

    Updated : August 10, 2025 11:14 am IST

    Sushil pardeshi
    ભરૂચ જિલ્લામા પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું આયોજન

    વિરલ ગોહિલ, ભરૂચ

    ભરૂચ જિલ્લામા પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108થી વધુ કાવડયાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો હતો. ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.


    યાત્રાનો પ્રારંભ અને માર્ગ
    7 ઓગસ્ટે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતુ.આજ રોજ 10 ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી, જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. 11 ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે.



    વ્યવસ્થા અને સુરક્ષા
    યાત્રા દરમ્યાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. કાવડયાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 24 સ્વયંસેવકોની ટીમ યાત્રામાર્ગ પર સેવા માટે તૈનાત રહી હતી. તબીબી સુરક્ષા માટે ડોક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ તથા ફળ-ફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો. યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.



    આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો, સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે. ત્યારે આ યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી, ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગા દાસ બાપુ, હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસીયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ, સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ખુમાનસિંહ વાસિયા, ઝીણાભાઈ ભરવાડ, વિરલ ગોહિલ, રાહુલભાઈ વસાવા સહિત સંતો-મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.