Monday, August 18, 2025 9:05 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો

    Updated : August 14, 2025 11:54 am IST

    Sushil pardeshi
    પાણી માટે કિલોમીટર સુધી વલખા મારતા નવા દાદાપોરના ગ્રામજનો

    વિરલ ગોહિલ, ભરૂચ

    આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે ગ્રામજનોને જીવનની પાયાની જરૂરિયાત પીવાનું શુદ્ધ પાણી માટે અતિ કષ્ટદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા ન હોવાથી 2 થી 3 દિવસે એક વાર પાણી મળે છે અને તે માટે લાંબી લાંબી લાઈનો લાગી જાય છે.
    ગામજનો, જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત, 1 કિલોમીટર સુધી ચાલીને ઢીચણ સમાન પાણી, જેમાં ઝેરી જાનવર કે જીવ હોવાનો ભય રહે છે, તેવા જોખમ સાથે પાણી ભરવા જવા મજબૂર છે. જીવન જોખમે પાણી મેળવવું, એ નવા દાદાપોરના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.



    ગ્રામ પંચાયત પર ગંભીર આક્ષેપ
    સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ ગામમાં રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ગ્રામ પંચાયત સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. પાણીની ટાંકી ગામમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભી છે, પણ લોકોની તરસ બુઝાવતી નથી. સ્થાનિક ધારાસભ્યએ પણ આ મુદ્દે ગામના સરપંચને સાથે લઈ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કુવરજી બાવણીયા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હાલ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.



    વિકાસના દાવા સામે વાસ્તવિકતા
    આ પરિસ્થિતિ વિકાસના દાવાઓને કઠોર પ્રશ્નો પૂછે છે. અમે ચાંદ પર જવાનો ગર્વ લઈએ છીએ, પરંતુ આપણા ગામોના સામાન્ય નાગરિકને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી આ વિકાસના મોડેલ પર ગંભીર સવાલ ઉભો કરે છે. એક વર્ષથી વધુ સમયથી ગામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ સમસ્યાનું કોઈ સ્થાયી સમાધાન મળતું નથી.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.