Monday, August 18, 2025 10:57 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરના 14.20 લાખનું પેમેન્ટ અટવાયુ

    ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી

    Updated : August 11, 2025 08:26 am IST

    Sushil pardeshi
    આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરના 14.20 લાખનું પેમેન્ટ અટવાયુ

    આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરના 14.20 લાખનું પેમેન્ટ અટવાયુ...


    ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે આત્મવિલોપનની ચીમકી...


    પ્રમુખ અને પદાધિકારીઓ પર ટકાવારી લેવાના ગંભીર આક્ષેપો.. 



    આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. છેલ્લા આઠ મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ ₹14,20,000ના બિલ બાકી હોવા છતાં ચુકવણી ન થતા તેમણે આત્મવિલોપનની ચીમકી આપી છે. આ મુદ્દો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોડરિયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિત અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુધી પહોંચ્યો છે.



    મૈલેશ મોદી છેલ્લા 10–15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ નુ કામ કરે છે. તારીખ 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા આમોદ નગર પાલિકા ના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત ₹13,10,000 છે, જેમાંથી ₹12,60,000 આજે પણ બાકી છે. તેમાં બીજા સ્વભંડોળના રૂપિયા મેળવી કુલ ₹14,20,000નું ચૂકવણું આઠ મહિના થી થવાનું બાકી છે.




    3% — ચીફ ઓફિસર

    7% — નગરપાલિકા બોડી (પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત)

    3% — હિસાબી શાખા

    1% — એન્જિનિયર


    મૈલેશ મોદીએ દાવો કર્યો કે આ રેશિયો નગરપાલિકાના દરેક કોન્ટ્રાક્ટર માટે ફિક્સ છે અને જો કોઈ કામ વધુ નફાકારક હોય તો તેમાં પદાધિકારીઓ સીધો ભાગ માંગે છે. તેઓએ આક્ષેપોના પુરાવા તરીકે વિડિયો અને લેખિત દસ્તાવેજ હોવાનો દાવો કર્યો છે.



    મૈલેશ મોદીનું કુટુંબ પણ આર્થિક તંગીમાં છે. તેમની એક દીકરી લગ્નિત છે, જ્યારે બીજી દીકરી જન્મથી દિવ્યાંગ અને હૃદયની ખામી ધરાવે છે. તેની સારવારમાં દર મહિને મોટો ખર્ચ થાય છે. બાકી ચુકવણી અટકવાથી લેણદારોની ઉઘરાણી અને આર્થિક ભીસને કારણે તેમણે 15 ઑગસ્ટે સવારે 9:30 કલાકે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન કરવાનો નિશ્ચય જાહેર કર્યો છે. તેની લેખિત અરજી મામલતદાર કચેરીને સોંપાઈ હતી, જે બાદ પોલીસ દ્વારા તેમને જામીન આપવા કહેવામાં આવ્યું છે.


    આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે. તેમણે ક્યારેય ટકાવારી માગી નથી. પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે, કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેરા વસૂલાત ખૂબ ઓછી છે. પગાર અને પીએફ ચુકવવામાં પણ મુશ્કેલી પડે છે. સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવાશે. પ્રમુખે જણાવ્યું કે બીજાં કોન્ટ્રાક્ટરોએ ક્યારેય ટકાવારીની ફરિયાદ કરી નથી. તેમ છતાં, આ મુદ્દે દરેક કોન્ટ્રાક્ટરને પૂછી તપાસ કરવામાં આવશે.



    આ મુદ્દાએ આમોદ નગરપાલિકામાં કટકી પ્રથા ચાલે છે કે નહીં તે અંગે જનતામાં સવાલો ઊભા કર્યા છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે સરકાર અથવા સંબંધિત તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તો અને તો જ "દૂધનું દૂધ, પાણીનું પાણી" થાય.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરના 14.20 લાખનું પેમેન્ટ અટવાયુ | Yug Abhiyaan Times