Monday, August 18, 2025 9:04 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    શું તમે પણ UPI એપમાં વારંવાર બેલેન્સ ચેક કરો છો..?

    Updated : July 29, 2025 12:40 pm IST

    Bhagesh pawar
    શું તમે પણ UPI એપમાં વારંવાર બેલેન્સ ચેક કરો છો..?

    જો તમે પણ UPI એપ દ્વારા વારંવાર તમારું બેલેન્સ ચેક કરો છો, તો ૧લી ઓગસ્ટ થી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણકે ૧લી ઓગસ્ટ થી કોઈપણ UPI એપ્લિકેશનમાં તમે દિવસમાં ૫૦ થી વધુ વખત તમારું બેલેન્સ ચેક કરી શકશો નહીં. આ બદલાવ વપરાશકર્તાઓ, વેપારીઓ અને બેંકો દરેકને લાગુ થશે. 


    UPI માં નવા નિયમો 

    ૧. હવે તમે કોઈપણ એક UPI એપ્લિકેશનથી દિવસમાં ૫૦ થી વધુ વખત તમારું બેલેન્સ ચેક કરી શકશો નહીં. 

    ૨. જો કોઈ પેમેન્ટ અટકી જાય, તો તેનું સ્ટેટસ ફક્ત ત્રણ જ વાર ચેક કરી શકશો. દરેક વખતે ૯૦ સેકન્ડ નો ગેપ હશે. 

    ૩. ઓટો પેમેન્ટ દિવસના સમયને બદલે નિશ્ચિત ટાઈમ સ્લોટમાં જ થશે. ઉ.દા. જેમકે EMI, બીલની ચુકવણી અથવા કોઈપણ સબસ્ક્રીપશન. 


    બદલાવનું કારણ 

    National Payments Corporation of India (NPCI) કહ્યા મુજબ UPI સિસ્ટમ પર ઘણો ભાર હોય છે. ખાસ કરીને પીક અવર્સમાં (સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૯.૩૦) જ્યારે વારંવાર બેલેન્સ ચેક કરવામાં આવે છે તેમજ ટ્રાન્જેક્શન સ્ટેટસ ચેક કરવાથી સિસ્ટમ ધીમી પડી જાય છે.


    હાલમાં જ માર્ચ અને એપ્રિલ ૨૦૨૫ માં, UPI માં સર્વર ડાઉનની બે મોટી ઘટનાઓ સામે આવી હતી. જે કારણે કરોડો વપરાશકર્તાઓ ને અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ બદલાવથી સર્વર સિસ્ટમ ને, વિશ્વસનીય, અવિરત અને ઝડપી બનાવવાનો પ્રયાસ છે. 


    કોને લાગુ પડશે? શું અસર થશે?

    આ નિયમો બધા જ UPI વપરાશકર્તાઓ ને લાગુ પડશે. જેમકે Google pay, phone pay, paytm અથવા કોઈપણ UPI એપ્લિકેશન. સામાન્ય રીતે જો તમે વારંવાર બેલેન્સ ચેક ન કરતા હોય અથવા ટ્રાન્જેક્શન સ્ટેટસ રિફ્રેશ ન કરતા હો તો તમને અસર થશે નહીં. 


    ટ્રાન્જેક્શન લિમિટ

    આ બદલાવને કારણે UPI થી થતા ટ્રાન્જેક્શન ની લિમિટમાં કોઈ બદલાવ થયો નથી. મોટાભાગના ટ્રાન્જેક્શન માટે ₹ ૧ લાખ અને આરોગ્ય સંભાળ અથવા શિક્ષણ સંબંધિત ચુકવણી માટે ₹ ૫ લાખની લિમિટ છે. 


    વપરાશકર્તાઓ એ શું કરવાનું રહેશે 

    તમારે કઈ જ કરવાની જરૂર નથી. આ બદલાવ ઓટોમેટીક થશે. ફક્ત ધ્યાન એટલું રાખવાનું રહેશે કે તમારે મર્યાદામાં બેલેન્સ ચેક કરવું પડશે. જેથી તમને કોઈ મુશ્કેલી ના પડે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.