Monday, August 18, 2025 9:09 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    એકતાનગર SOU ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

    SSNNL ચેરમેન પુરીએ યોગને ટકાઉ જીવનશૈલી માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી

    Updated : June 21, 2025 03:44 pm IST

    Bhagesh Pawar
    એકતાનગર SOU ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

    ભરત શાહ, નર્મદા


    એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પૂરીએ યોગના વ્યકિતગત લાભો સાથે તેના સામૂહિક અને સામાજિક ફાયદાઓ ઉપર ભાર મૂકતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ કરવું એ આપણા માટે ગૌરવની વાત છે. યોગ માત્ર કસરત નહીં, પણ શરીર, મન અને આત્માની સમતુલા માટેનો માર્ગ છે. યોગ ભારતીય સંસ્કૃતિની ભેટ છે અને ટકાઉ જીવનશૈલી માટે આવશ્યક છે.

    વધુમાં પુરીએ ઉમેર્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની પ્રતિમાના પ્રેરણાદાયી સ્થાને અને માઁ નર્મદાના પાવન તટ પર યોગ કરવું એ આપણું ગૌરવ છે. વડાપ્રધાન એ યુનો દ્વારા વિશ્વમંચ પર યોગને સ્થાન અપાવ્યું અને ભારતીય સંસ્કૃતિ યોગને આજે સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી રહ્યો છે. કોરોના જેવી મહામારી બાદ લોકો યોગ અને આયુર્વેદ તરફ હવે પાછાં વળ્યા, જે આપણી પરંપરાની મહત્તા દર્શાવે છે. યોગ જીવનની દિનચર્યાના પ્રારંભનો અભિન્ન ભાગ બને તે માટે પુરીએ સૌને અનુરોધ કર્યો હતો.


    અંતે પૂરીએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને તેને હરિયાળું બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં યોગ કરીને વિશ્વને યોગ સાથે એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. યોગને જીવનમાં આત્મસાત કરવા પુરે સૌને અનુરોધ કર્યો હતો.

    સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપસ્થિત તમામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમથી જીવંત પ્રસારણની ઝલક નિહાળીને તેમના દ્વારા યોગના મહત્વ અને તેના લાભો અંગે મળેલ માર્ગદર્શનનો લાભ લીધો હતો.

    આઇકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મેદસ્મિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગ કર્યો હતો. આ વર્ષે યોગ દિવસનની થીમ "યોગ ફોર વન અર્થ, વન હેલ્થ" હતી. જેનો આશય માનવ અને પર્યાવરણના સમન્વય અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરવાનો છે.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા SoUADTGAના સંયુક્ત ઉપક્રમે એકતાનગર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી.



    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.