Monday, August 18, 2025 9:10 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકતો વેનચાલકનો વિડિઓ વાયરલ

    Updated : August 13, 2025 05:21 pm IST

    Sushil pardeshi
    વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકતો વેનચાલકનો વિડિઓ વાયરલ


    શહેરના મુખ્ય માર્ગો પર વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી વાનોની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના વ્યસ્ત L&T સર્કલથી ફતેગંજ તરફ જતા રસ્તા પર એક મારુતિ વાન (ઓમ્ની) બેફામ ગતિએ દોડી રહી હતી, જેનો પાછળનો દરવાજો ખુલ્લો હતો, જેને એક કાપડના ટુકડાથી બાંધવામાં આવ્યો હોય તેમ જોઈ શકાય છે. ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વિડિઓ બનાવી સોશ્યિલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ દ્રશ્ય જોઈને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે વાનની અંદર બેઠેલા નાના બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.



    શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં હંમેશા ચિંતા રહે છે. ત્યારે આ પ્રકારની બેદરકારી વાલીઓની ચિંતામાં વધારો કરે છે. આવા બેદરકાર વાન ચાલક સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. વાન ચાલકો પોતાની બેદરકારીને કારણે બાળકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા આવી વાનો સામે કડક પગલાં લેવા તે અત્યંત જરૂરી છે...



    આ પહેલીવાર નથી કે જ્યારે સ્કૂલ વાન ચાલકોની બેદરકારી સામે આવી હોય. ભૂતકાળમાં પણ ઓવરલોડિંગ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના અનેક કિસ્સાઓ બન્યા છે. આવા વાહનચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવામાં આવે તો જ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે...


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.