Monday, August 18, 2025 9:02 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    કોણે બચાવવાનો તખતો ગોઠવાયો ? SMC એ પકડેલા 2 કરોડ 44 લાખના દારૂની તપાસ વડોદરા PCB ને સોંપાઇ

    Updated : June 19, 2025 04:33 pm IST

    Raj
    કોણે બચાવવાનો તખતો ગોઠવાયો ? SMC એ પકડેલા 2 કરોડ 44 લાખના દારૂની તપાસ વડોદરા PCB ને સોંપાઇ

    Yug Abhiyaan Times : વડોદરા શહેરના છેવાડે આવેલા દશરથ ખાતેના બાલાજી ગોડાઉનમાં બે દિવસ અગાઉ વહેલી સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે રેઇડ કરી 2 કરોડ 44 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસ.એમ.સીની વડોદરામાં અત્યાર સુધીની સૌથી મોટી રેઇડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે છાણી પોલીસ સ્ટેશનના ઇન્સ્પકેટર અમિત ગઢવીને તાત્કાલીક અસરથી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ગુના નિવારણ શાખા (PCB) ને સોંપવામાં આવી છે.


    વડોદરા શહેરમાં ગેરાકાયદેસર રીતે અન્ય રાજ્યોમાંથી આવતો દારૂનો જથ્થો મોટા ભાગે વડોદરા પીસીબી ઝડપી પાડે છે. જેના પુરાવા પોલીસ ચોપડે છે. એટલે કહીં શકાય કે, શહેરમાં દારુ કયા રસ્તે અને કોણ કેવી રીતે લાવી રહ્યું છે, તેવી ઝીણવટભરી માહિતી પણ પીસીબીની ટીમ પાસે હોય છે. કારણ કે, પીસીબીની ટીમ દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો ઉપર સતત નર રાખતી હોય છે. તેવામાં સવાલ એ ઉભો થાય છે કે, દારુ પકડવામાં શહેર પોલીસની પીસીબી ટીમની માસ્ટરી છે, તો વડોદરામાં દારુ ભરેલી છથી સાત ગાડીઓ દશરથના બાલાજી ગોડાઉનમાં પહોંચી ત્યાં સુધી ગંધ સુધ્ધા ન આવી ?

    ચલો માની લઇએ કે પોલીસના હ્યુમન સોર્સ નબળા પડ્યાં હશે એટલે જાણકારી ન મળી શકી, પરંતુ બાલાજી ગોડાઉનમાંથી બોલેરો પીકઅપમાં દારુ ભરીને ગોધરા ડિલિવરી આપવામાં આવે અને ત્યાંથી ગાડી ખાલી કરી પરત વડોદરા આવે તેની પણ જાણ સ્થાનિક પોલીસ સહિત પીસીબી, ડીસીબી અને એસ.ઓ.જીને ના થઇ ? આટલી વિપુલ માત્રમાં દારૂનો જથ્થો વડોદરામાં ઉતરે અને શહેર પોલીસ ઊંઘતી ઝડપાય તે ખુબ શરમજનક બાબત માનવમાં આવી રહીં છે.


    દશરથનું બાલાજી ગોડાઉન જ્યાં દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યો, તે જગ્યા છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે, આટલી મોટી રેઇડ પછી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને ગુસ્સો આવે અને તેઓ છાણી પી.આઇ અમિત ગઢવીને સસ્પેન્ડ કરે. પરંતુ આ સમગ્ર મામલાની તપાસ જ્યારે પીસીબીને સોંપવામાં આવે છે, ત્યારે એક એવી ચર્ચા શરૂ થાય છે કે, કોણે બચાવવા માટે આ સમગ્ર પ્રક્રરણની તપાસ પીસીબીને સોંપવામાં આવી છે.


    આ કિસ્સા પર ઊંડાણપૂર્વક તપાસ થાય તો છાણી પોલીસ સ્ટેશનના પી.આઇની જેમ અન્ય કેટલાક વહીવટદારો અને અધિકારીઓની પણ બદલી કરવામાં આવે તો નવાઇ નહીં. હવે જોવાનું રહ્યું કે, સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડમાં જે ચાર આરોપીઓ પકડાયા છે, તેમના રિમાન્ડ દરમિયાન પીસીબી કેટલી સ્ફોટક વિગતો મેળવી પોલીસ કમિશનરને રિપોર્ટ સુપ્રત કરે છે અને ત્યારબાદ કોણ બચે છે અને કેટલાની બદલી થાય છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.