સિંધરોટ મહીસાગર બ્રીજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ.
નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો.
Updated : August 12, 2025 03:06 pm IST
Sushil pardeshi
આજ રોજ વડોદરા શહેર પાસે આવેલ સિંધરોટ ખાતે મહીસાગર બ્રીજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કરતા અરેરાટી વ્યાપી હતી. યુવકે બ્રીજથી ઝંપલાવતા જ રાહદારીઓ એકત્ર થઈ બુમરાણ મચાવી હતી. દરમ્યાન નદીના પટ પર ઉપસ્થિત એક નાવિકે સમયસૂચકતા વાપરી પાણીમાં ડૂબતા યુવકને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો બ્રીજ પર હાજર લોકોએ વિડિઓ બનવ્યો હતો. સ્થળ પર હાજર લોકોએ આ ડૂબતા યુવકને પ્રાથમિક સારવાર આપી હતી.
ત્યારે મળતી માહિતી મુજબ જીવન સંકેલવાની કોશિશ કરનાર આ યુવક કલેક્શન એજન્સીમાં કામ કરે છે. લોકો પાસે થી ઉઘરાવેલ પૈસા સંસ્થામાં જમા કરાવવાના બદલે પૈસા જુગારમાં હારી ગયો હતો. જે બાદ લોકોએ પૈસાની ઉઘરાણી શરૂ કરતા આ યુવક નાસીપાસ થઇ ગયો હતો. અને આ દેવાના વમળ માંથી બહાર નીકળવાનો માર્ગ ના મળતા આ રસ્તો અપાનાવ્યો હતો. આ યુવકનું જીવ બચાવનાર નાવિકે યુવકને આ જીવન ખુબ અમૂલ્ય છે, માનવ અવતાર ખુબ મુશ્કેલ થી મળે છે. તેવામાં આ જીવન ને આ રીતે નષ્ટ નહિ કરવાની સલાહ આપતા આ યુવક ચોધાર આંસુ રડી પડ્યો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
