વડોદરાના રાવપુરા GPO પાસે વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ કર્યો
વૃક્ષ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ
Updated : July 28, 2025 04:45 pm IST
Jitendrasingh rajput
વડોદરાના રાવપુરા વિસ્તારમાં અવરજવર દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. બનાવને પગલે એક સાયકલ સવારને ઈજા થઈ છે.
વડોદરામાં ગઈકાલે રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સવારે રાવપુરા મુખ્ય પોસ્ટ ઓફિસની સામે તોતિંગ વૃક્ષ તૂટી પડતાં અફરાતફરી સર્જાઇ હતી. વૃક્ષ પડે તે પહેલા ઈલેક્ટ્રીકના તારમાં સ્પાર્ક થતા ચાની લારી ધરાવતા સુનિલભાઈ તેમજ અન્ય ગ્રાહકો સમય સૂચકતા વાપરી ભાગી ગયા હતા.
ત્યાર પછી ગણતરીની સેકન્ડમાં જ વૃક્ષ બે લારી તેમજ બરોડા ડેરીના પાર્લર ઉપર તૂટી પડ્યું હતું. જેને કારણે નીચે પાર્ક કાર, રીક્ષા, સ્કૂટર અને સાયકલને ઓછુંવત્તું નુકસાન થયું હતું. આ વખતે સાયકલ પર પસાર થઈ રહેલા એક રાહદારીને પીઠના ભાગે ઇજા થઈ હતી. આમ વૃક્ષ તુટતા પહેલા થોડી સેકન્ડો મળી જતા અનેક લોકોનો બચાવ થયો હતો.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
