Monday, August 18, 2025 9:06 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સીસીટીવીની ડીવીઆર તળાવ માં નાખી દેતા પોલીસે ફાયરની મદદથી કર્યું રિકવર...

    ચોરી કરી બચવા સીસીટીવીની ડીવીઆર પણ ચોર્યું...

    Updated : August 13, 2025 12:33 pm IST

    Sushil pardeshi
    સીસીટીવીની ડીવીઆર તળાવ માં નાખી દેતા પોલીસે ફાયરની મદદથી કર્યું રિકવર...


    પાણીગેટ ન્યુ હેવન બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસમાંજ કર્મચારીઓએ કર્યો હતો હાથફેરો....
    6.5 લાખની ચોરીના ગુન્હામા મહત્વનો પુરાવો CCTVનું DVR તળાવ માં ફેંક્યું હોવાની કબૂલાત...


    પાણીગેટ પોલીસે આજવા રોડના ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુન્હામાં ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી છે. બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોઅરમાંથી 6 લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ લઈ ગયા હતાં. લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.





    પાણીગેટ પોલીસ સમક્ષ આરોપીઓએ કબલ્યું હતું કે સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ ચોરી ગયા હતા. જે ડીવીઆર તેઓએ આજવા રોડ પર આવેલ કમલાનગર તળાવમાં ફેંકી દીધું હતું. જે ડીવીઆર મહત્વનો પુરાવો હોય પોલીસે કમલાનગર તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. જે માટે પોલીસે ફાયરબ્રિગેડની ટીમની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમ એ કલાકોની જહેમત બાદ DVR મળી આવતા પોલીસે કબ્જે લીધું હતું.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.