Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા મહાનગર પાલિકાની આ બુદ્ધિ નું પ્રદર્શન નથી તો શું છે..?

    વિશ્વામિત્રી નદીના પટમાં વૃક્ષારોપણ કેટલું ટકશે..?

    Updated : July 17, 2025 04:01 pm IST

    Sushil pardeshi
    વડોદરા મહાનગર પાલિકાની આ બુદ્ધિ નું પ્રદર્શન નથી તો શું છે..?

    વડોદરા મહાનગર પાલિકાની આ બુદ્ધિ નું પ્રદર્શન નથી તો શું છે..?
    વિશ્વામિત્રી નદીના પટમાં વૃક્ષારોપણ કેટલું ટકશે..?

    વડોદરા મહાનગર પાલિકા ના સત્તાધીશો અને આલા અધિકારીઓ શું કરવા બેઠા છે તે સમજાતું નથી. વડોદરા શહેરમાં ક્યાંક વરસાદમાં બાંધકામ કરાતું હોય છે., ક્યાંક વિશ્વામિત્રી નદી ઊંડી કરવા પ્રાણીઓ ને નુકશાન અને ક્યાંક તૂટેલા બ્રીજ પર રેસ્ક્યુ વાહન મૂકી દીવાલ ચણી દેવાય છે. અવારનવાર વડોદરા મહાનગર પાલિકાની આવી મૂર્ખતા ભરી કામગીરી ના કિસ્સાઓ પ્રકાશમાં આવતા જ રહે છે.

    ત્યારે હવે વડોદરા મહાનગર પાલિકાની મુર્ખામીનું પ્રદર્શન કરતી વધુ એક કામગીરી ફરી એકવાર પ્રકાશમાં આવી છે. વરસાદી માહોલ છે. ગતવર્ષે ત્રણ ત્રણ વાર વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું. સમગ્ર વડોદરા શહેરે પુરનું તાંડવ જોયું અને ભોગવ્યું હતું. જે બાદ તંત્ર એકશનમાં આવ્યું ગુજરાત સરકારે વિશ્વામિત્રી નદી ઊંડી અને પહોળી કરવા રૂપિયા 1200 કરોડ ફાળવ્યા અને વડોદરા મહાનગર પાલિકાએ 100 દિવસ નો પ્રણ લઇ કામગીરી આગળ ધપાવી.
    ખેર, હવે મૂળ વાત પર આવીએ આજ રોજ સયાજીગંજ ભીમનાથ બ્રીજ નીચે વૃક્ષરોપણ થતા દેખાયું. હું રોકાયો અને સ્થળ પર જઈને તપાસ કરી તો ખબર પડી કે વડોદરા મહાનગર સેવા સદન અને સદભાવના સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે વિશ્વામિત્રી નદી ના પટમાં વૃક્ષા રોપણ કરાઈ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના પટમાં આશરે ત્રણ ત્રણ ફૂટ ના અંતરે ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ થઇ રહ્યું છે ત્યારે સાલું સમજાતું નથી કે હાલ જો વરસાદની મોસમ છે અને જો મેઘરાજા મન મૂકી ને વર્ષે અને વિશ્વામિત્રી નદી માં પાણીની આવક થાય તો આ નવા વાવેલા વૃક્ષો અને સાથે ટ્રી ગાર્ડ અડીખમ રહેશે ખરા..??? ગતવર્ષ પૂરની પરિસ્થિતિમાં મોટા મોટા તોતિંગ વૃક્ષો સાથે વાહનો પણ પાણીમાં તરતા નજરે ચઢ્યા હતા. તેવામાં હવે આ ટ્રી ગાર્ડ પૂર ની પરિસ્થિતિમાં ટકશે એવું મને તો લાગતું નથી. ત્યારે આ વરસાદની સીઝનમાં આ હજારો રૂપિયા ખર્ચીને કામગીરીનો દેખાડો કરતી વડોદરા મહાનગર પાલિકા અને સદભાવના ટ્રસ્ટ બુદ્ધિ નું પ્રદર્શન નથી કરતી તો શું કરે છે..???

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.