Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગટરના ધોધે તણાયું ગરનાળું.!!

    ફક્ત જાહેરાતો નહીં, અમલ જોઈએ! વડોદરામાં ગંદકીના ધોધ વચ્ચે જનજીવન હેરાન...

    Updated : July 28, 2025 05:31 pm IST

    Sushil pardeshi
    ગટરના ધોધે તણાયું ગરનાળું.!!

    વડોદરા શહેરમા છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ગત વર્ષે આવા જ સમયે સમગ્ર વડોદરા શહેરને પૂરના સંકટે ધમરોડ્યું હતું. જે પૂરની પરિસ્થિતિ બાદ વડોદરા શહેરના નેતાઓ અને અધિકારીઓ પ્રજાની વચ્ચે આવતા પણ ફફળતા હતા. વડોદરા ની ભોળી જનતાના રોષ સામે નેતાગીરી ઠંડી પડી હતી. જે બાદ ગુજરાત સરકારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા 1200 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જેને લઇને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ગેલમાં આવી ગયા હતા. અને મોટી મોટી પ્રિ મોનસુન કામગીરીની જાહેરાતો કરી બેઠા હતા.

    જે તમામ દાવાઓ પોકળ હોવાનું વડોદરા શહેરનું આ ગરનાળુ ચાડી ખાઈ રહ્યું છે. અહીં વાત થઈ રહી છે અકોટા થી સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારને જોડતા ગરનાળાની..  નજીવા વરસાદમાં ધોધ કે પર્યટક સ્થળ લાગતા દ્રશ્યો આ એ જ ગરનાળાના છે. પરંતુ જો ધ્યાનથી જુઓ તો ગટરોમાંથી વહેતું ગંદુ પાણી એક ધોધ સ્વરૂપે વહી રહ્યું છે. જેને લઈને આ ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ત્યારે કા'તો રાહદારીઓ ને જીવના જોખમે આ ગરનાળામાંથી પસાર થવુ પડે છે કા'તો પછી લગભગ દોઢ કિલોમીટર લાંબુ ફરીને જવાની ફરજ પડી છે. કેટલાક લોકો તો જીવના જોખમે ગરનાળા ની ઉપર થી રેલવે ટ્રેક ઓળંગીને અવર-જવર કરતા હોય છે.



    મીટીંગ ઈટિંગ અને ચીટીંગમાં વ્યસ્ત વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની નિષ્કાળજી નો ભોગ વડોદરા ની આ નિર્દોષ પ્રજાને બનવું પડી રહ્યું છે તેવામાં ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં રોષ વ્યાપયો છે. પણ આ સત્તાધીશો ના પેટનું પાણી પણ હાલતું નથી.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ગટરના ધોધે તણાયું ગરનાળું.!! | Yug Abhiyaan Times