Updated : August 06, 2025 07:21 pm IST
Sushil Pardeshiવડોદરાના ગાજરાવાડી પમ્પીંગ સ્ટેશન પાછળ આજે બપોરના સગીર બાળકનું ખુલ્લી ગટરની ચેમ્બરમાં પડી જવાના કારણે મોત નીપજવાની કરૂણ ઘટના સામે આવી છે. સ્થાનિકોએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, પાલિકા દ્વારા અહિંયા ડંપીંગ યાર્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ અમે વિરોધ કરતા તે માંડી વાળ્યું છે. પરંતુ પાલિકાએ ખોડેલા નાના-મોટા ખાડા પૂર્યા નથી. જેના કારણે આજે આ ઘટના સર્જાઇ હતી. આ વાત માટે જવાબદાર પાલિકા તંત્ર હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલી પંપીંગ સ્ટેશન પાછળની ખુલ્લી જગ્યામાં આજે દુર્ઘટના બની હતી. આ જગ્યામાં ખુલ્લી ગટરની ચેમ્બરમાં 16 વર્ષિય બાળકનું પડી જવાથી મોત નીપજ્યું હતુ. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. સાથે જ પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ જગ્યાની માલિકી પાલિકા તંત્રની હોવાનું સ્થાનિકોએ મીડિયાને જણાવ્યું હતું.

સ્થાનિકોએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, તે ફેરી કરીને આવ્યો હતો. અને વાયર બાળવા માટે આવ્યો હતો. આ પ્રકારના કિસ્સાઓ અગાઉ બે વખત પણ સામે આવી ચુક્યા છે. પાલિકા દ્વારા ચેમ્બરોને ખુલ્લી મુકી રાખવામાં આવી હતી. જેના કારણે આ ઘટનાઓ સર્જાઇ રહી હતી. કાલે બીજા કોઇનો વારો આવી શકે છે. તેઓ આ સમસ્યાનો કોઇ ઉકેલ લાવતા નથી. અગાઉ આ સ્થળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. સાથે જ આ સાઇટને યોગ્ય રીતે બંધ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.
ભેખડ જોડે ફાયરનું વાહન ધસીને પલટી ગયું..
આ તકે બચાવ કાર્ય માટે આવેલી ફાયર વિભાગનું વાહન પલટી ગયું હતું. સમગ્ર ઘટનાક્રમને લઇને ફાયર ટેન્ડરના ચાલકે મીડિયાએ જણાવ્યું કે, અમને રેસ્ક્યૂનો કોલ મળ્યો હતો. જેથી અમે અહિંયા દોડીને આવ્યા હતા. અને રસ્સી અને લાકડી મુકવા આવ્યા, ત્યારે ભેખડ જોડે મારું વાહન ઘસીને પલટી ગયું હતું. અમારી ગાડી નમી પડી છે. આ ઘટનામાં મારો બચાવ થયો છે.

મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ