Monday, August 18, 2025 9:08 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરાઃ કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમના 200 કરોડ ગયા પાણીમાં, જુઓ VIDEO

    વડોદરા શહેરમાં ગત મોડી રાતથી ચોમાસાની શરૂઆત થઇ છે.

    Updated : June 19, 2025 04:29 pm IST

    Raj
    વડોદરાઃ કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમના 200 કરોડ ગયા પાણીમાં, જુઓ VIDEO

    Yug Abhiyaan Times : વડોદરા શહેરમાં ગત મોડી રાતથી ચોમાસાની શરૂઆત થઇ છે. ત્યારે સામાન્ય વરસાદમાં શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જોકે શહેરમાં પાલિકાની નબળી કામગીરીના કારણે પાણી ભરાયા હોવાનું સમજાય છે. પરંતુ શહેરન કોટંબી ખાતે મળેલા નવા ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઇ તે વાત નવાઇ પામે તેવી છે. ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગ (BPL) શરૂ થઇ છે. તેવામાં ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા સ્ટેડિયમની સુવિધાઓને લઇ કરાયેલા મોટા મોટા દાવો પોકળ સાબીત થતા જોવા મળી રહ્યાં છે.


    બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 15 થી 29 જૂન દરમિયાન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બરોડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માટે એસોસિએશને એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે સમયે સ્ટેડિય તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેની પાછળ અંદાજીત 200 કરોડ કરતા વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે ઇન્ટરનેશનલ સ્ટેડિયની સુવિધા અંગે પણ મોટા દાવાઓ કરવામાં આવ્યાં હતા.


    તેવામાં ગતરોજથી શહેર અને આસપાસના ગામોમાં ધીમી ગતીએ વરસી રહેલા સામાન્ય વરસાદમાં પણ કોટંબી ઇન્ટરેનશલ ક્રિકેટ સ્ટેડિયમાં તળાવ જેવી સ્થિતિ જોવા મળી રહીં છે. સામાન્ય વરસાદમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાતા હવે અગાઉ સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા દાવા પોકળ સાબીત થતાં જોવા મળી રહ્યાં છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટેની અસુવિધાઓ સર્જાતા 200 કરોડ પાણી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, તાજેતરમાંજ બીસીસીઆઇ દ્વારા ભારત અને ન્યૂઝીલેન્ડ મેન્સ ટીમો વચ્ચે 11 જાન્યુઆરી 2026ના રોજ એક વન ડે ઇન્ટરનેશનલ મેચ કોટંબી સ્ટેડિયમમાં રમાડવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યોથી ઇન્ટરનેશનલ મેચોના આયોજન સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.