પાર્કિંગ મુદ્દે થયેલ હત્યા મુદ્દે જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા પહોંચ્યું પરિવાર
ગુન્હાની તટસ્થ તપાસ થાય અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ
Updated : August 12, 2025 11:44 am IST
Sushil pardeshi
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમા ગોત્રી પ્રિયા ટોકીજ ચાર રસ્તા પાસે આવેલ *ધ એરો ફલેટમા ગત તા. ૩/૮/૨૦૨૫ ના રોજ પાર્કિંગ બાબતે નજીવી બે લોકો વચ્ચે તકરાર થાય છે. નજીવી તકરાર જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ફ્લેટમાં ભાડે રહેતા સુશીલસિંહ નામનો યુવક સામે અક્ષય કુરપાને નામના યુવક પર ચાકુથી હુમલો કરી અક્ષયને મોતને ઘાટ ઉતારી દે છે. પાર્કિંગ જેવી નજીવી બાબતે આશાસ્પદ યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને લઈને સમગ્ર શહેરમા આરોપી પ્રત્યે રોષ વ્યાપ્યો છે.
જે બાદ મૃતકના પરિવારજનો એ આજ રોજ વડોદરા કલેકટર કચેરી પહોંચી વડોદરા જીલ્લા કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રજુઆત કરતા એક આવેદન પત્ર આપ્યું હતું. તેઓએ આ ગુન્હાની તટસ્થ તપાસ થાય અને આ કામના તહોમતદાર ને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ આવેદન આપવા મૃતકના પરિવાર સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંઘટનના પ્રમુખ વિજય જાધવ સહીત મહારાષ્ટ્રીયન સમાજ ના લોકો પણ જોડાયા હતા. અને કલેક્ટર કચેરીના પ્રાંગણ માં સૂત્રોચ્ચાર કરી રોષ વ્ય્ક્ત કર્યો હતો.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
