Monday, August 18, 2025 9:15 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા મહાનગર પાલિકાનો વિકાસ અધોગતિએ.મનપાના પાપે ટેક્સ પેયરે આંગળી ગુમાવી.

    Updated : July 13, 2025 05:55 pm IST

    Jitu rajput
    વડોદરા મહાનગર પાલિકાનો વિકાસ અધોગતિએ.મનપાના પાપે ટેક્સ પેયરે આંગળી ગુમાવી.

    ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ તંત્રની પોલ ઉઘાડી પડી છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સમ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મ્યુનિસીપલ કમિશનર અરુણ મહેશ બાબુ ભલે અધિકારીઓને ખાડા પુરવા માટે સુચના આપે પરંતુ આ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી, જેના કારણે નિર્દોષ નાગરીકો નોજ ભોગ લેવાતો આવ્યો છે.


    સમયસર કોર્પોરેશનને વેરો ચુકવે છે,પરંતુ આ નાગરિકો નેજ પ્રાથમિક સુવિધા મળતી નથી. આવી જ એક ઘટના વડોદરા કોર્પોરેશનમાં સમાવિષ્ટ બિલ વિસ્તારમાં બની છે. આ બનાવની વિગત એવી છે કે, વડોદરા કોર્પોરેશનની હદમાં આવતા બીલ સ્થિત બાંકો કેનાલ રોડ પર આવેલા ધ-પ્લેનેટ 1 સોસા.માં રહેતા દેવીદાસભાઇ વરાડે એક ખાનગી કંપનીમાં એચ.આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ સવારે તેઓ પોતાનું વાહન લઇ ઘરેથી દૂધ લેવા માટે નિકળ્યાં હતા. દરમિયાન સોસાઇટીની બહાર રસ્તા પર પડેલા મસમોટા ખાડામાં તેઓનું વાહન ખાબક્યું અને તેઓ નિચે પટકાયા હતા. જેમાં તેઓના જમણા હાથની આંગળમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં ગયા ત્યારે તબીબે જમણા હાથની પહેલી આંગળીનો ટેરવું કાપી સર્જરી કરવાની ફરજ પડી હતી.

    દેવીદાસભાઇએ આ મામલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હું એચ.આર મેનેજર તરીકે નોકરી કરૂ છું, મારે કોમ્પ્યૂટર પર કામ કરવાનું હોય છે, આ સાથે લખવાનું પણ કામ હોય છે. હું જમણા હાથથી કામ કરૂં છું, મારું પરિવાર મારી ઉપર નિર્ભર છે, રસ્તા પરના ખાડામાં પડવાથી મારી આંગળી કાપવાની નોબત ઉભી થઇ છે. હવે મારે કામ કંઇ રીતે કરવું મારૂ અને મારા પરિવારનું ગુજરાન કંઇ રીતે ચાલશે, આની માટે કોર્પોરેશન જ જવાબદાર છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.