Sunday, August 3, 2025 2:46 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા પોલીસ કમિશ્નરના નેતૃત્વમાં ક્રાઇમ રેટ વધ્યો કે ઘટ્યો ??

    Updated : August 02, 2025 08:44 pm IST

    Bhagesh pawar
    વડોદરા પોલીસ કમિશ્નરના નેતૃત્વમાં ક્રાઇમ રેટ વધ્યો કે ઘટ્યો ??

    વિશિષ્ઠ સેવા મેડલ થી સન્માનિત વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે એપ્રિલ 2024માં વડોદરા શહેરની સુરક્ષાની કમાન સંભાળી હતી. તેઓના નેતૃત્વમાં વડોદરા શહેરમાં ક્રાઇમ રેટ ઘટ્યો હોવાના આંકડા સામે આવ્યા છે. જેમાં વિવિધ પ્રકારના ગુનાઓની સંખ્યા ઓછી થયી છે તેમજ ડિટેક્શનની ટકાવારીમાં વધારો જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે વર્ષ 2025માં વડોદરા શહેર પોલીસ દ્વારા સૌથી વધુ ગુજસીટોક હેઠળ 4 ગુનાઓ નોંધ્યા છે. જે કારણે વડોદરા શહેર પોલીસને ગુનાખોરી રોકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.


    મિલકત સંબંધી ગુનાઓમાં નોંધાયો ઘટાડો
    વર્ષ 2024 ના પ્રથમ 6 મહિના ઓના ગુનાઓની જો વર્ષ 2025 ના પ્રથમ 6 મહિના ઓની વિગત સાથે સરખામણી કરીએ તો મિલકત સંબંધી ગુનાઓમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.


    મિલકત સંબંધી ગુનાઓવર્ષ 2024 માં નોંધાયેલ ગુનાઓ(જૂન સુધી)ડિટેક્શનની ટકાવારીવર્ષ 2025 માં નોંધાયેલ ગુનાઓ  (જૂન સુધી)
     
    ડિટેક્શનની ટકાવારી
    ઘરફોડ ચોરી13661.88%8269.20%
    ચેન સ્નેચીંગ2176.19%3396.96%
    સાદી ચોરી
    55.95%
    74.81%


    આ કારણોસર પોલીસને મળી સફળતા
    મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા વર્ષ 2024ના પ્રથમ 6 મહિના માં મિલકત સંબંધી ગુનાઓમાં PASA ના કાયદા હેઠળ 40 ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જયારે ચાલુ વર્ષે જૂન મહિના સુધી 69 ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી છે. તેમજ પોલીસ દ્વારા ચાલુ વર્ષે ગુજસીટોક ના કાયદા હેઠળ સીકલીગર ગેંગના 17 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાથી પણ મિલકત સંબંધી ગુનાઓમાં થયો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.  વધુમાં પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા શરુ કરાયેલ મેન્ટર પ્રોજેક્ટને કારણે પણ પોલીસને સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.



    શરીર સંબંધી ગુનાઓમાં થયો ધરખમ ઘટાડો

    વર્ષ 2024 ના પ્રથમ 6 મહિના ઓના ગુનાઓની જો વર્ષ 2025 ના પ્રથમ 6 મહિના ઓની વિગત સાથે સરખામણી કરીએ તો મિલકત સંબંધી ગુનાઓમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

    શરીર સંબંધી ગુનાઓ વર્ષ 2024 માં નોંધાયેલ ગુનાઓ (જૂન સુધી)વર્ષ 2025 માં નોંધાયેલ ગુનાઓ  (જૂન સુધી)ડિટેક્શનની ટકાવારી
    હત્યા196100%
    હત્યાની કોશિશ 1013
    ગંભીર ઈજા5750
    સામાન્ય ઇજા 153121


    શરીર સંબંધી ગુનાઓમાં થયો ભારે ઘટાડો

    મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા વર્ષ 2024ના પ્રથમ 6 મહિના માં શરીર સંબંધી ગુનાઓમાં PASA ના કાયદા હેઠળ 25 ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જયારે ચાલુ વર્ષે જૂન મહિના સુધી 33 ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી છે. તેમજ પોલીસ દ્વારા ચાલુ વર્ષે ગુજસીટોક ના કાયદા હેઠળ કાસમઆલા ગેંગ, ચૂયી ગેંગ અને સિંધી ગેંગના વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાથી પણ શરીર સંબંધી ગુનાઓમાં થયો ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમો 126, 127, 128 અને 129 હેઠળ અટકાયતી પગલાં લેવાયા હોવાથી પણ ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


    આ ઉપરાંત વડોદરા શહેરમાં થતા સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરાઈ છે. જે અંતર્ગત વર્ષ 2025 માં અત્યાર સુધી રૂ. 19.16 કરોડ જેટલી માતબર રકમ ભોગ બનનાર ને પરત અપાયી છે તેમજ 66 સાયબર ઠગોને જેલ હવાલે કરાયા છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    વડોદરા પોલીસ કમિશ્નરના નેતૃત્વમાં ક્રાઇમ રેટ વધ્યો કે ઘટ્યો ?? | Yug Abhiyaan Times