Monday, August 18, 2025 9:02 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગંભીરા બ્રીજ પર અટવાયેલા ટ્રકના માલીકને 80,000/- નો ચેક અર્પણ કરતા આણંદ સાંસદ મિતેષ પટેલ.

    ટેન્કર માલીકને આપેલ વચન પૂર્ણ કરી શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ સાંસદ મિતેષ પટેલ

    Updated : August 10, 2025 04:50 pm IST

    Sushil pardeshi
    ગંભીરા બ્રીજ પર અટવાયેલા ટ્રકના માલીકને 80,000/- નો ચેક અર્પણ કરતા આણંદ સાંસદ મિતેષ પટેલ.

    ગત 9 જુલાઈ ના રોજ પાદરા મુજપુર ખાતે આવેલ ગંભીરા બ્રીજ તૂટી પડતા એક હોનારત સર્જાઈ હતી. જેમાં 20 જેટલા લોકો એ જીવ ગુમાવ્યા હતા. અને એક યુવક હજી પણ લાપતા છે. સમગ્ર ઘટનામા બ્રીજ પર અધવચ્ચે લટકી રહેલ એક ટેન્કર પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો.

    અંકલેશ્વરની શિવમ રોડલાઇન્સનું ટેન્કર ગંભીરા બ્રિજ પર લટકી રહ્યો હતો. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક રવિન્દ્ર કુમારનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે ટેન્કરના માલિક આ દુર્ઘટના બાદ પાદરા, વડોદરા અને આણંદની સરકારી કચેરીઓના ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે. કારણ કે, ટેન્કર પર 30 લાખની લોન છે અને મહિને રૂ. 82 હજારનો હપ્તો છે. હવે ટેન્કરના પયળા થંભી ગયા છતાં ગઇકાલે ટેન્કરનો હપ્તો કપાયો છે. જે વાત આણંદ સાંસદ મિતેષ પટેલની ધ્યાને આવતા તેઓએ તે સમયે આ ટેન્કર માલીકને તેમના વેતનમાંથી રૂપિયા 80,000/- ની મદદ કરવાની જાહેરાત કરી હતી.



    જે સમગ્ર મામલે મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આણંદ જીલ્લા કલેકટરને આ ટેન્કર બહાર કાઢવા સૂચન કર્યું હતું. અને ભારે જેહમત બાદ 29 દિવસે આ ટેન્કર બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી. ત્યારે આણંદ સાંસદ મિતેષ પટેલ એ ટેન્કર માલીક રામશંકર પાલને મદદ માટે આપેલું તેઓનુ વચન પૂર્ણ કર્યું હતું. આણંદ સાંસદ મિતેષ પટેલે વેતન આવતાની સાથે જ રૂપિયા 80,000/- નો ચેક 'શિવમ રોડ લાઇન્સ' ના નામે બનાવી ટેન્કર માલીક રામશંકર પાલને અર્પણ કર્યું હતું. ત્યારે 29 દિવસથી અટવાયેલા ટેન્કર માલીકને આપેલ વચન પૂર્ણ કરી સાંસદ મિતેષ પટેલએ શ્રેષ્ઠ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.