Monday, August 18, 2025 9:04 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સ્માર્ટ સિટી વડોદરાના ભુવા રોડ પર જતા ચેતજો, કામ ચાલુ રસ્તો બંધ કરાતા નગરજનો અટવાયા

    Updated : June 19, 2025 04:57 pm IST

    Raj
    સ્માર્ટ સિટી વડોદરાના ભુવા રોડ પર જતા ચેતજો, કામ ચાલુ રસ્તો બંધ કરાતા નગરજનો અટવાયા

    અકોટાથી મુજમહુડા તરફ જતા બન્ને રસ્તા હનુમાનજી મંદિર પાસેથી બંધ કરાયા

    ટ્રાફિકને રાધાકૃષ્ણ ચોકડી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો


    Yug Abhiyaan Times : વડોદરા શહેરમાં ચોમાસી શરૂઆત થતા ભુવા પડવાનો સીલસીલો શરૂ થયો છે. તેવામાં અકોટાથી મુજમહુડા તરફ જવાના 200 મિટરના માર્ગ પર છેલ્લા 10 મહિનામાં 26 ભુવા પડ્યાં છે. એક બાદ એક મસમોટા ભુવા પડતા દિવસના હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી આ ભુવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. હવે આ રસ્તા પરથી જતા પણ લોકોએ વિચારવું પડે તેવી સ્થિતિ નિરમાણ પામી છે. જોકે ભુવો પડ્યાના 72 કલાક બાદ તંત્ર જાગ્યું અને કોઇ અગાઉ જાણકારી વિના રસ્તો બંધ કરી કામ ચાલુ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.



    શહેરના અકોટા સ્થિત હનુમાનજી મંદિરથી મુજમહુડા તરફના જવાના મુખ્ય માર્ગ પર આશરે છેલ્લા 10 મહિનામાં 26 જેટલા મસમોટા ભુવા પડ્યાં છે. જોકે પાલિકા દ્વારા આ મામલે કોઇ પણ પ્રકારે ગંભીર નોંધ ન લેતા નગરજનોને તકલીફો વેઠવાનો વારો આવ્યો છે. ગત ચોમાસામાં શહેરમાં પૂર આવ્યાં બાદ આજ રસ્તા પર મસમોટો ભુવો પડ્યો હતો. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસમાં રહેતા રહીશોમાં ભયના માહોલ ફેલાયો હતો. દર થોડા દિવસે આ માર્ગ પર ભુવા પડતા હવે શહેરીજનોએ તેને ભુવા રોડ નામ આપવામાં શરૂ કર્યું છે.



    જોકે ત્યારબાદ તંત્ર દ્વારા આ ભુવો પુરવાની કામગીરી કરવામાં પણ પરંતુ કોઇ નક્કર કામગીરી ન કરતા હજી પણ આ રસ્તેથી પસાર થવું જોકમી બન્યું છે. કારણ કે, હજી પણ આ રસ્તા પર ભુવા પડવાનો સીલસીલો યથાવત છે. તેવામાં બે દિવસ અગાઉ અચાનક આજ માર્ગ પર મસમોટો 20 ફુટ ઊંડો ભુવો પડ્યો હતો. જોકે આ ઘટનાના 72 કલાક બાદ તંત્ર જાગ્યું અને કામગીરી કરવા માટે કોઇ પણ જાણકારી વિના રોડ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું કોંગ્રેસ કાર્યકર ચિરાગ શાહે જણાવ્યું હતુ.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    સ્માર્ટ સિટી વડોદરાના ભુવા રોડ પર જતા ચેતજો, કામ ચાલુ રસ્તો બંધ કરાતા નગરજનો અટવાયા | Yug Abhiyaan Times