Monday, August 18, 2025 9:04 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા SMC ની વડોદરામાં સૌથી મોટી રેઇડ, 2 કરોડ 44 લાખના દારુ સાથે બિશ્નોઇ ગેંગના 4ની ધરપકડ

    ચૂંટણીના સમયે રાજકીય ઉમેદવારો મતદારોને રીજવવા માટે દારૂની રેલમછેમ કરતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે

    Updated : June 19, 2025 04:18 pm IST

    Raj
    ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા SMC ની વડોદરામાં સૌથી મોટી રેઇડ, 2 કરોડ 44 લાખના દારુ સાથે બિશ્નોઇ ગેંગના 4ની ધરપકડ

    Yug Abhiyaan Times : ચૂંટણીના સમયે રાજકીય ઉમેદવારો મતદારોને રીજવવા માટે દારૂની રેલમછેમ કરતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. તેવામાં આગામી 22મી જૂને ગુજરાતમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોય તે સમયે દારૂની રેલમછેલ કરવા વિપુલ માત્રમાં દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે વડોદરાના છેવાડે આવેલા દશરથ ખાતેના એક ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલે કટીંગ સમયે જ દરોડો પાડી 2 કરોડ ઉપરાંતના દારૂના જથ્થા સાથે બિશ્નોઇ ગેંગના ચારની ધરપકડ કરી આગામી 23મી જૂન 2025 સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે પોલીસની પ્રાથમિક પુછતાછમાં વધુ પાંચ નામો સામે આવતા તમામની શોધખોળ કરવામાં આવી રહીં છે.



    રાજ્યમાં દારૂની રેલમછેલ કરનાર બિશ્નોઇ ગેંગના મોટા ગજાના બુટલગરો સામે થોડા સમયે પહેલાજ સ્ટેટ મોનિટરીંગ સેલે ગુજસીટોક દાખલ કરી તેમની કમર તોડી નાખી હતી, આ સાથે એસ.એમ.સીએ વડોદરાની સિંધીના સાગરીતો મળી કૂલ 13 લિસ્ટેડ બુટલેગરો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો. બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહી બાદ વડોદરા પોલીસે પણ શહેરના 8 લિસ્ટેડ બુટલેગરો સામે ગુજસીટોક દાખલ કરી ધરપકડનો દોર શરૂ કર્યો હતો. એક તબક્કો પોલીસ વિભાગ અને પ્રજા માની બેઠી હતી કે, હવે ગુજરાત અને એમાં પણ વડોદરામાં દારૂનો સપ્લાય બંધ થઇ જશે, પરંતુ એવું બન્યું નહીં.


    આ દરમિયાન વડોદરાના છેવાડે આવેલા દશરથ ગામના સ્મશાન પાસેના ગોડાઉનમાં વિપુલ માત્રામાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની ચોક્કસ જાણકારી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળી હતી. જેના પરિણામે એસ.એમ.સીની ટીમે ખાનગી રાહે બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં દારૂના કટીંગ સમયે જ દરોડો પાડી રૂ. 2,44,24,536 ની કિંમતની 1,26,552 દારૂના ક્વાર્ટર સાથે બિશ્નોઇ ગેંગના ચારની ધરપકડ કરી હતી. આ મામલે છાણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી પોલીસે દારૂ, 25 લાખનું કન્ટેનર અને 20 હજારના 4 મોબાઈલ અને રોકડ 6250 મળી રૂ. 2,69,50,786નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



    બિશ્નોઇ ગેંગના ઝડપાયેલા આરોપી:

    1. મંગીલાલ બાબુરામ બિશ્નોઇ (રહે. જાડેશ્વર નગર, બાડમેર, રાજસ્થાન)

    2. કમલેશકુમાર માધારામ બેનીવાલ (રહે. કારવાડા, ઝાલોર, રાજસ્થાન)

    3. અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઇ (રહે. ખારા બિશ્નોઇ, બાડમેર, રાજસ્થાન)

    4. પ્રવિણકુમાર પુનમારામ બિશ્નોઇ (રહે. કારવાડા, ઝાલોર, રાજસ્થાન)

    વોન્ટેડ આરોપીઓ:

    1. રાજુરામ દિપારામ બિશ્નોઇ (મુખ્ય આરોપી, રહે. જોધપુર)

    2. દિનેશજી બિશ્નોઇ (રહે. સાંચોર, રાજસ્થાન)

    3. કન્ટેનરનો ડ્રાઇવર

    4. કન્ટેનરનો માલિક

    5. દારૂનો જથ્થો મોકલનાર

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા SMC ની વડોદરામાં સૌથી મોટી રેઇડ, 2 કરોડ 44 લાખના દારુ સાથે બિશ્નોઇ ગેંગના 4ની ધરપકડ | Yug Abhiyaan Times