બ્રાયન લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ફક્ત 34 રન જ બાકી હતા અને પછી જાણો શું થયું..
Updated : July 07, 2025 11:36 pm IST
Bhagesh Pawar
વિયાન મુલ્ડર દક્ષિણ આફ્રિકા માટે ત્રેવડી સદી લગાવનાર બીજા ખેલાડી બની ગયા છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયા છે.
દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ખેલાડી વિયાન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરવાના હતા પરંતુ આ મેચમાં તેમણે બતાવેલ દરિયાદિલી ને એ રેકોર્ડના સન્માન તરીકે જોઈ શકાય છે.
સાઉથ આફ્રિકા ના કેપ્ટન વિયાન મુલ્ડર પાસે તક હતી કે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયન લારા એ બનાવેલ 400 રનનો વર્લ્ડ રેકોર્ડ ને તોડી પોતાના નામે કરી શકે. ઝિમ્બાબ્વે સામે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં તેઓ 367 રન બનાવીને અણનમ હતા તે સમયે ટીમનો સ્કોર પાંચ વિકેટ ગુમાવીને 626 હતો. અને કેપ્ટન તરીકે તેમણે ઇનિંગને ડિકલેર કરી દીધી.
જો વિયાન મુલ્ડર 400 રનના અંકને પાર કરી દેતા તો તેઓ કેપ્ટન તરીકે બ્રાયન લારાએ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં બનાવેલ 400 રનના વર્લ્ડ રેકોર્ડ ને તોડી દેતા. પરંતુ તેમણે 367 રનની અણનમ ઈનિંગ રમી અને લારા ના 400 રનનો રેકોર્ડ તુટે તે પહેલા જ પોતાની ઇનિંગને ડિક્લેર કરવાનો નિર્ણય કર્યો.
બ્રાયન લારાએ વર્ષ 2004 માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 400 રનનો અતૂટ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વિયાન મુલ્ડર દ્વારા બનાવેલ અણનમ 367 રનની ઈનિંગ વર્ષો સુધી ક્રિકેટ રસિકોને યાદ રહેશે. તેમણે 334 બોલ રમ્યાં જેમાં 49 ફોર અને 4 સીક્સ
લગાવી.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

રોમાંચક બનેલ અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચમાં ફક્ત 6 રનથી ભારતની શાનદાર જીત

આખરી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 374નો લક્ષ્યાંક, કોણ મારશે બાજી..?

ભારત - ઇંગ્લેન્ડ ચોથી ટેસ્ટ મેચ ડ્રો : એક જ ઇનિંગમાં 3 સદી

એશિયા કપનું શેડ્યૂલ જાહેર: પ્રથમ વખત 8 ટીમો ભાગ લેશે

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
