પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો
Updated : August 12, 2025 05:41 pm IST
Sushil pardeshi
પંજાબ અમૃતસર ગ્રામ્યના જંડીયાલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના તથા આર્મ્સ એક્ટના ગુનાની તપાસ માટે પંજાબ પોલીસ વડોદરા શહેરમાં આવી હતી. પંજાબના જંડિયાલા ગુરૂ ખાતે વકીલની ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપી વડોદરામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. દરમ્યાન તા.10 અને 11 ઓગસ્ટના રોજ ગુજરાત એ.ટી.એસ., વડોદરા એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદનું લોકેશન નવદુર્ગા સોસાયટી, બાજવા, વડોદરા ખાતે શોધી કાઢ્યું હતું. જોકે, શકમંદે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હોવાથી પોલીસે વૃંદાવનનગર સોસાયટી, ગધેડા ગેટ પાસે અને બાજવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન શકમંદ રાજવીરસિંઘ તેવરસિંઘની ગુનામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન સાથે ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એ.ટી.એસ., વડોદરા શહેર એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પંજાબ પોલીસના સી.આઇ.એ. અમૃતસર ગ્રામ્યના સહયોગથી હત્યાના ગંભીર ગુનામાં આરોપી રાજવીરસિંઘ તેવરસિંઘની ધરપકડ કરી છે. આ શકમંદને પંજાબ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

ગંભીરા બ્રીજ પર અટવાયેલા ટ્રકના માલીકને 80,000/- નો ચેક અર્પણ કરતા આણંદ સાંસદ મિતેષ પટેલ.

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
