Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    Who is Montu Patel..?? 35 વર્ષની વયે દિગ્ગજોને પછાડીને બન્યા "PCI"ના અધ્યક્ષ, પણ હવે એકાએક શું થયું ? જાણો..

    Updated : July 07, 2025 10:28 pm IST

    Bhagesh Pawar
    Who is Montu Patel..?? 35 વર્ષની વયે દિગ્ગજોને પછાડીને બન્યા "PCI"ના અધ્યક્ષ, પણ હવે એકાએક શું થયું ? જાણો..

    ગાંધીનગરના રહેવાસી મોન્ટુ કુમાર પટેલ સીબીઆઇની નજરમાં છે. સીબીઆઇ મોન્ટુ કુમાર પટેલ નાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) ની ચૂંટણી ની સાથે જ કોલેજ અને માન્યતા આપવાની તેમજ ભ્રષ્ટાચારની ફરિયાદો પર તપાસ કરી રહી છે. દેશભરની ફાર્મા કોલેજોને માન્યતા આપી અને તેમની દરેક ગતિવિધિની જવાબદારી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની છે. જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળતા સીબીઆઇએ લાલ આંખ કરી છે. 



    ગત અઠવાડિયે સીબીઆઇ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના અધ્યક્ષ મોન્ટુ કુમાર પટેલનાં ગાંધીનગર ના ઝુંડાલ ખાતે આવેલ બંગલા ઉપર દરોડો પાડ્યો હતો. ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષના નિવાસ્થાને થયેલ દરોડાથી ચકચારી મચી ઉઠવા પામી હતી. દેશની 12000 ફાર્મસી કોલેજ જેની દેખરેખ હેઠળ છે તેના અધ્યક્ષ મોન્ટુ પટેલ પર નાણાંકીય ધાંધલી અને લાંચ લેવાનો ગંભીર આરોપ છે. જોકે, મોન્ટુ પટેલ હાલ સીબીઆઇની પકડથી દૂર છે. 


    સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે વર્ષ 2023-24 દરમિયાન ફક્ત 13 જ દિવસમાં દેશની 870 કોલેજોને માન્યતા કેવી રીતે આપવામાં આવી. મોન્ટુ પટેલ ના નિવાસ્થાન પર પડેલ દરોડા બાદ કાઉન્સિલનો કાર્યભાર ઉપાધ્યક્ષ જશુ ચૌધરીને સોંપવામાં આવ્યો હતો. 



    મોન્ટુ કુમાર પટેલ ચાર વર્ષ પહેલા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં સૌથી નાની વયે અધ્યક્ષ બન્યા હતા. આ સંસ્થાનું નેતૃત્વ કરનાર તેઓ પહેલા ગુજરાતી છે. તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સાથે પણ જોડાયેલા છે. 

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    Who is Montu Patel..?? 35 વર્ષની વયે દિગ્ગજોને પછાડીને બન્યા "PCI"ના અધ્યક્ષ, પણ હવે એકાએક શું થયું ? જાણો.. | Yug Abhiyaan Times