Sunday, August 3, 2025 2:32 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરાના વધુ એક ઇસમની ધરપકડ

    Updated : July 31, 2025 09:23 am IST

    Sushil pardeshi
    મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરાના વધુ એક ઇસમની ધરપકડ

    મુંબઈમાં ડ્રગ્સ માફિયા સાજીદ અને રીયલ એસ્ટેટ એજન્ટ શબ્બીર અપહરણ કેસમાં વડોદરા શહેરના વધુ એક ઇસમની સંડોવણી સામે આવી છે. મુંબઈના આ બહુચર્ચિત અપહરણ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વડોદરા ના દીપક શર્મા સહિત અત્યાર સુધી ૧૧ લોકોની ધરપકડ કરી છે ત્યારે હવે આ કેસમાં વડોદરા દારૂનો ધંધો કરનાર નીરવ સોલંકીનું નામ પણ હવે સામે આવ્યું છે. 


    ગત ૨૫ જુલાઈના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારની એક સોસાયટીના મકાનમાં ધામા પાડી રીઢા આરોપી દિપક નંદકિશોર શર્મા ની દેશી તમંચા તેમજ ૫ જીવતા કારતુશો સાથે ધરપકડ કરી હતી. દીપકની ધરપકડ‌ બાદ મુંબઈ પોલીસે તેના ૨૯ જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા અને આ દરમિયાન વડોદરા શહેરના નીરવ સોલંકીનું નામ ખુલ્યું હતું જે દિપક શર્મા સાથે લોનાવલા ગયો હતો. 


    થોડા દિવસ પહેલા જ બુટલેગર નીરવ સોલંકીની વડોદરા શહેર પોલીસે પ્રોહીબીશન નાં ગુનામાં ધરપકડ કરી હતી જે વડોદરાની મધ્યસ્થ જેલમાં હતો. ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા આવી પહોંચી હતી અને ટ્રાન્સફર વોરંટ થી વડોદરા મધ્યસ્થ જેલમાંથી આરોપી નીરવ સોલંકીની કસ્ટડી લેવામાં આવી હતી અને તેને વધુ તપાસ માટે મુંબઈ લઈ જવાયો છે. નીરવ સોલંકી સિવાય નાં ૧૧ આરોપીને કોર્ટે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.


    આ પણ વાંચો: મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરામાંથી દેશી તમંચા સાથે એકની ધરપકડ

    https://yugabhiyaantimes.com/news/mumbai-kidnapping-case-one-more-accused-arrested-from-vadodara


    અત્યાર સુધી પકડાયેલ આરોપીઓના નામ 

    1. સર્વર મકસુદ ખાન (મુખ્ય આરોપી)

    2. યુનુસ તેવારપાલ

    3. મહેતાબ અલી

    4. સંતોષ વાઘમારે 

    5. રાહુલ સાવંત 

    6. સતીશ કડુ 

    7. તોફિક સેન્ડી 

    8. હુસેન ફરીદ ખાન 

    9. જીતેન્દ્ર ઠાકુર 

    10. વિજય કાલે 

    11. દિપક નંદકિશોર શર્મા (વડોદરા)

    12. નીરવ સોલંકી (વડોદરા)

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરાના વધુ એક ઇસમની ધરપકડ | Yug Abhiyaan Times