Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરામાંથી દેશી તમંચા સાથે એકની ધરપકડ

    Updated : July 26, 2025 11:33 am IST

    Sushil pardeshi
    મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરામાંથી દેશી તમંચા સાથે એકની ધરપકડ

    - મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા શહેરમાં પાર પાડ્યું ઓપરેશન..

    - મુંબઈમાં થયેલ ગેંગ દ્વારા થયેલ કિડનેપિંગ મામલે વડોદરાના ઈસમની થઈ ધરપકડ..

    - મુંબઈની ગેંગ દ્વારા ડ્રગ માફિયા સાજીદ ઈલેક્ટ્રીક વાલા નું કિડનેપિંગ કરાયું હતું..

    - વડોદરા શહેરના દીપક શર્માની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ..



    એક મહિના પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિડનેપ થયેલ એક વ્યક્તિને બચાવ્યો હતો. મુંબઈ પોલીસે જેને બચાવ્યો તે વ્યક્તિ ડ્રગ્સ સપ્લાયર સાજીદ ઈલેક્ટ્રીકવાલા હતો. જે મૂળ ઉત્તર પ્રદેશનો છે. એમડી ડ્રગ્સ સપ્લાય નાં ધંધામાં તેનું મોટું નામ છે. સાજીદ ઈલેક્ટ્રીકવાલા ને મુંબઈની એક ગેંગ દ્વારા એક મહિના સુધી જુદી જુદી જગ્યા પર કિડનેપ કરી ગોંધી રખાયો હતો. 


    મુંબઈના બહુચર્ચીત આ કિડનેપિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. અને તેવામાં વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા દિપક નંદકિશોર શર્માનું નામ ખુલ્યું હતું. સૂત્રોથી મળતી માહિતી મુજબ આરોપી દીપક આ કિડનેપિંગ દરમિયાન આઠ દિવસ સુધી ત્યાં ઉપસ્થિત હતો. 


    દીપકને પકડવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વડોદરા દોડી આવી‌‌ હતી. બે દિવસ સુધી સતત તેના ઉપર વોચ ગોઠવી, સ્થાનિક પોલીસની મદદ મેળવી તેને તેના ઘરેથી પકડી પાડ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ સફળ "ઓપરેશન વડોદરા" દરમિયાન તેઓને આ આરોપી પાસેથી દેશી તમંચા સાથે 5 જીવતા કારતુશો પણ મળી આવ્યા હતા.


    દિપો જાડીઓ ઉર્ફે દિપક નંદકિશોર શર્મા ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક રીઢો આરોપી છે. જેના ઉપર અત્યાર સુધી દહીસર ફાયરિંગ કેસ (મુંબઈ), નકલી ચલણી નોટ કૌભાંડ (ઉદયપુર), હત્યાની કોશિશ, મારામારી, આમ એક હેઠળના ગુના સહિત 10 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ચાર વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ થોડા દિવસ અગાઉ જ તે વડોદરા આવ્યો હતો અને ત્યારબાદ હવે તેની સંડોવણી મુંબઈના બહુચર્ચીત કિડનેપિંગ કેસમાં મળી આવી છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ હાલ તે વડોદરા શહેરમાં દારૂ સપ્લાયનો ધંધો કરી રહ્યો હતો. 


    વિશ્વસનીય સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી દિપક શર્મા મુંબઈથી પાછો આવતી વખતે પોતાની સાથે દેશી તમંચો અને 6 જીવતા કારતુશો સાથે લઈને આવ્યો હતો. અને તેના દ્વારા વડોદરાની અજાણ્યા સ્થળ પર ખુલ્લામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 


    મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિપક શર્માની ધરપકડ કરી તેને મુંબઈ લઈ જવાયો છે અને આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. 


    અત્યાર સુધી પકડાયેલ આરોપીઓના નામ 

    1. સર્વર મકસુદ ખાન (મુખ્ય આરોપી)

    2. યુનુસ તેવારપાલ

    3. મહેતાબ અલી

    4. સંતોષ વાઘમારે 

    5. રાહુલ સાવંત 

    6. સતીશ કડુ 

    7. તોફિક સેન્ડી 

    8. હુસેન ફરીદ ખાન 

    9. જીતેન્દ્ર ઠાકુર 

    10. વિજય કાલે 

    11. દિપક નંદકિશોર શર્મા (વડોદરા)


    મુંબઈ પોલીસના અધિકારીએ જણાવ્યા મુજબ ડ્રગ્સ સપ્લાયર સાજીદ ઈલેક્ટ્રીકવાલા દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ ગેંગ પાસેથી ₹ 50 લાખ રૂપિયા લીધા હતા પરંતુ તેના દ્વારા ડ્રગ્સ સપ્લાય ન કરાતા આ ગેંગ દ્વારા તેનું કિડનેપિંગ કરાયું હતું. તેમજ આ ગેંગના મુખ્ય આરોપી સર્વર મકસુદ ખાન ગેંગસ્ટર છોટા શકીલ ના ભાઈ અનવર શેખ માટે કામ કરે છે. અને તેના છેડા દાઉદ ઈબ્રાહીમ ગેંગના લોકો ઉમેદ રહેમા

    ન અને સલીમ ડોલા સાથે જોડાયેલા છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.