Monday, August 18, 2025 9:04 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    તંત્રના પાપે વડોદરાની પ્રજા ભોગવી રહી છે હાલાકી...

    Updated : July 07, 2025 04:08 pm IST

    Sushil Pardeshi
    તંત્રના પાપે વડોદરાની પ્રજા ભોગવી રહી છે હાલાકી...

    પાલિકાની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી પડી..!


    વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ પાલિકાની પ્રિ-મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. છેલ્લા એક વર્ષથી અકોટાથી મુજમહુડા સુધીનો આખા રસ્તા પર આશરે દર દસ ફુટે મસમોટા ભુવા પડે છે. તેવામાં આજે ફરી એક વખત રોડ બેસી જતા ખાનગી કંપનીની બસનું ટાયર ભુવામાં ફસાયું હતું. જેના કારણે બસમાં હાજર મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વારંવાર આ રસ્તા પર મસમોટા ભુવા પડતા હોય છતાં વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. જાણે કોઇ મોટી હોનારતથી રાહ જોવાથી તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

    વડોદરા શહરેના અકોટાથી મુજમહુડા તરફ જવાના મુખ્ય માર્ગની આસપાસ કરોડો રૂપિયા ખર્ચી લોકોએ બંગલા બનાવેલા છે. આ રસ્તા પરથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહનો પસાર થયા છે, ત્યારે આ રોડની હાલત એવી કફોડી બની છે કે, અહીં પસાર થવામાં પણ લોકો ગભરાઇ રહ્યાં છે. કારણ કે , ગમે ત્યારે આ રોડ પર ભુવો પડી જાય છે.

    થોડા દિવસો પહેલા જ ગત તા. 19 જુનના રોજ અકોટાથી મુજમહુડા તરફ જવાના માર્ગે મસમોટો ભુવો પડ્યો હતો. તેવામાં પાલિકા દ્વારા અંદાજીત એક અઠવાડીયા સુધી મશીનરી લગાવી સમારકામ કરવામાં આવ્યું હતું. આ સમયે વાહનોની અવર જવર પણ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે લોકોને લાગ્યું કે, હવે આ ભુવા પડવામાંથી રાહત મળશે, પરંતુ એવું બન્યું નહીં, લાખોનો ખર્ચ કર્યા બાદ પણ નગરજનોને ભુવા પડવામાંથી મુક્તિ મળી નહીં અને આજે ફરી એક વખત રોડ બેસી જતા બસનું ટાયર ખાડામાં ફસાયું હતું.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    તંત્રના પાપે વડોદરાની પ્રજા ભોગવી રહી છે હાલાકી... | Yug Abhiyaan Times