Updated : July 06, 2025 05:02 pm IST
Sushil Pardeshiવડોદરા અક્ષર ચોક સન ફાર્મા રોડ પર મેપલ વિસ્ટા નામની બંધ હાલતની ઇમારત પરથી ઝંપલાવી એક યુવકે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
સનફાર્મા રોડ પર આવેલ ઝાયડસ હોસ્પિટલની પાછળની ભાગમાં મેપલ વિસ્ટા નામની ઇમારત છે. જે બંધ હાલતમાં છે. આજ રોજ એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઘરે થી મટીરીલ લેવા જવ છું કહીને નીકળ્યો હતો. જે તેની મોટરસાયકલ લઈ ઝાયડસ હોસ્પિટલની પાછળની ભાગમાં મેપલ વિસ્ટા નામની આઠ માલની બંધ પડેલી ઇમારત પર પહોંચ્યો હતો. અને એ ઇમારત પરથી છલાંગ લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના બનતા પહેલા એક યુવાનને જાણ થતાં જ એક જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને ફોન કરીને જાણ કરી હતી કે એક યુવાન આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવાને મોતની છલાંગ લગાવી દીધી હતી અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમ અને જે.પી. રોડ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યારે સ્થળ પર થી પોલીસે આ યુવકની મોટરસાયલ નંબર GJ 06 QH 1876 મળી આવી હતી. પોલીસે કયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ત્યારે હાલ સુધી આ યુવકે જીવન કેમ ટૂંકાવ્યું તે અંગે કોઈ જાણકારી મળી નથી ત્યારે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.
મતદારો, ચૂંટણીકર્મીઓ માટે વ્યવસ્થા, ઇવીએમ, સ્ટ્રોન્ગ રૂમ, સુરક્ષા બંદોબસ્ત સહિતના વિષયે તલસ્પર્શી સમીક્ષા
રેકોર્ડ બ્રેકિંગઃ વડોદરા જિલ્લા- તાલુકા અને નગરપાલિકાની 40 બેઠકો પર બિનહરિફ ભાજપનું કમળ ખીલ્યું
IPS ઓફિસર સામે મીડિયા / સોશિયલ મીડિયામાં ખોટા આરોપ લગાવ્યા તો થશે કાર્યવાહી..!
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?
ચૂંટણીની લ્હાયમાં ગૃહ વિભાગે બુદ્ધી બાજુ પર મુકી?- DySPને 100થી 400 KM દૂર ચાર્જ