Monday, August 18, 2025 9:02 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    જંબુસરના બુટલેગરની કલાકારી, તિજોરીમાં કપડા મુકવાની જગ્યાએ વિવિધ બ્રાન્ડની બોટલો છુપાવી, VIDEO

    Updated : June 19, 2025 04:46 pm IST

    Raj
    જંબુસરના બુટલેગરની કલાકારી, તિજોરીમાં કપડા મુકવાની જગ્યાએ વિવિધ બ્રાન્ડની બોટલો છુપાવી, VIDEO
    • મગણાદના બુટલેગરે દારૂ અને બિયરની 790 બોટલોથી તિજોરીઓ છલકાવી
    • ભરૂચ LCB એ દરોડો પાડી 2.90 લાખનો જથ્થો ઝડપી પાડ્યો


    Yug Abhiyaan Times :  ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામે ત્રણ તિજોરીઓ ખુલતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મગણાદના બુટલેગર માટે જાણે દારૂ જ મિલકત, સંપત્તિ અને ધન હોય તેઓ નજારો ત્રણ તિજોરી ખુલતા જ સામે આવ્યો હતો.


    તિજોરીના દરેકે ખુલ્લા ખાના, ડ્રોવર અને લોકરમાં પણ દુકાનની જેમ સજાવેલ અને ગોઠવેલ દારૂ, બિયરની બોટલો મળી આવી હતી. જંબુસરના મગણાદ ગામે વિદેશી દારૂના રૂપિયા 2.90 લાખના જથ્થા સાથે LCB એ બુટલેગરની ધરપકડ કરી છે.


    ભરૂચ જિલ્લામાં રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચના હેઠળ એલસીબી સ્પેશ્યલ જુગાર અને પ્રોહીબિશન ડ્રાઈવ ચલાવી રહી છે. PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI ડી.એ.તુવરની ટીમ જંબુસરમાં પેટ્રોલિંગમાં હતી. મગણાદ ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ ગભીરભાઇ મકવાણાને ત્યાં બાતમી આધારે દરોડો પડાયો હતો. તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો 790 બોટલો મળી આવી હતી. કુલ રૂપિયા 2.90 લાખના દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરાઈ હતી. જ્યારે દારૂ આપી જનાર હશન પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    જંબુસરના બુટલેગરની કલાકારી, તિજોરીમાં કપડા મુકવાની જગ્યાએ વિવિધ બ્રાન્ડની બોટલો છુપાવી, VIDEO | Yug Abhiyaan Times