આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કરાલી પોલીસ દ્વારા વ્યસન મુક્તિ જન જાગૃતિ રેલી યોજવામાં આવી
Updated : June 19, 2025 04:51 pm IST
RajYug Abhiyaan Times : ફૈજાન ખત્રી, છોટાઉદેપુર (Watch Gujarat). આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધ દિવસ 26 જૂન ના રોજ છે પરંતુ લોકો માં જન જાગૃતિ આવે તેવા હેતુ થી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ૧૨ જૂન થી ૨૬ જૂન સુધી જન જાગૃતિ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જેતપુર પાવી ના કલારાણી માં પોલીસ દળ દ્વારા જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારીઓ, એનસીસી કેટેડ્સ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ડ્રગ્સ સામે લડત લડવા તેમજ જાગૃતિ ફેલાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા.

આજના આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે. આપણો ભારત દેશ દુનિયામાં સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે. યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સાથે પોલીસ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને દેશના યુવાનો ડ્રગ્સની લતે ન ચડે, લોકોને વ્યસનથી દૂર રહેવાની અને વ્યસનથી થતી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ અને બીજી પણ વિવિધ પ્રકારની પડતી મુશ્કિલોથી સચેત કરવા માટે વ્યસન મુક્તિ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી.
આ અંગે કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, આજની તારીખમાં ડ્રગ્સ સમાજ માટે ખૂબ મોટું દૂષણ છે. તેના વિરુદ્ધમાં સમાજના તમામ નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે. જેથી ડ્રગ્સ જેવી બદીઓ થી આ વિસ્તારના લોકો જાગૃત થાય માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
વ્યસન મુક્ત અભિયાન અંતર્ગત કાઢેલી જનજાગૃતિ રેલીમાં શાંતિલાલ ગોરધનદાસ પટેલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફ સાથે પોલીસકર્મી હાજર રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ એક્શનમાં.. કોને થશે રિપીટ.? કોનું પત્તું કપાશે.?
ભૂક્કા બોલાવશે વરસાદ : ગુજરાતમાં 20 દિવસમાં વરસાદ અને તોફાની પવન : અંબાલાલ પટેલની ચેતવણી
20 દિવસમાં બનાવી દીધી વોન્ટેડ લિસ્ટ, ઈનામ પણ જાહેર, DIG નિર્લિપ્ત રાયના એક્શનથી મચ્યો હડકંપ
ગુજરાત પોલીસના 518 પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ જિલ્લાઓમાં બદલી..
વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો સંગ્રામ : આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, કોણ કેટલું દમખમ બતાવશે ? જાણો.
અખબારના ફોટા અને માહિતીથી કારગિલ યુદ્ધની યાદોને જીવંત રાખતી સ્ક્રેપબુક

