Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    દેશની રક્ષા કરતા જવાનો માટે બહેનોએ મોકલી 65,000 રાખડી

    દેશના જવાનોની સુરક્ષા માટે દુનિયાભરમાંથી રાખડી મોકલાવાઈ

    Updated : July 20, 2025 05:08 pm IST

    Sushil pardeshi
    દેશની રક્ષા કરતા જવાનો માટે બહેનોએ મોકલી 65,000 રાખડી

    શ્રાવણ માસની પૂર્ણિમાએ રક્ષાબંધનએ બહેન ભાઈને રાખડી બાંધીને તેના લાંબા જીવનની પ્રાર્થના કરે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. ભાઈ બહેન વચ્ચેના પ્રેમને વાચા આપતો આ ત્યોહાર છે. જે નાત જાત અને ધર્મથી પણ પરે છે. આ દિવસે સરહદ પર તૈનાત જવાનો માટે પોતાની બહેન સુધી નહિ પહોંચી શકતા આજે સંસ્કારી નગરી વડોદરાના નિવૃત શિક્ષક સંજય બચ્છાવ દ્વારા લગભગ 65000 કરતા વધુ રાખડી બોર્ડર પર મોકલવામાં આવશે.
    છેલ્લા 11 વર્ષથી આજ રીતે તેઓ દર વર્ષે રાખડી બોર્ડર પર મોકલાવે છે તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે વર્ષ 2015 માં તેમના વિદ્યાર્થીઓને કંઈક અલગ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવા પ્રેરિત કર્યા હતા તેઓએ તેમની વિદ્યાર્થીનીઓને રાખડી આપવા અને વિદ્યાર્થીઓને સેનાના જવાનોના નામે પત્ર લખવા જણાવ્યું હતું અને વર્ષ 2015માં પ્રથમવાર 75 જેટલી રાખડીઓ તેઓએ બોર્ડર પર મોકલી હતી જે ના થોડા દિવસ બાદ સૈન્ય અધિકારીનો સંજય બચ્છાવ સર પર આભાર વ્યક્ત કરતો ફોન આવ્યો હતો સાથે જ જે વિદ્યાર્થીનીઓએ રાખડી અને પત્ર મોકલ્યા હતા તેમાંથી ત્રણ વિદ્યાર્થીનીઓને જવાનોએ રાખડી મોકલવા બદલ આભાર માનવા ફોન કર્યો હતો. જે સંપૂર્ણ પરિસ્થિતિથી પ્રેરિત થઈ તેઓએ દર વર્ષે આ રીતે બોર્ડર પર પેહલાતા જવાનો માટે રાખડી મોકલવાનું શરૂ કર્યું જે આ વર્ષે 65000 જેટલી રાખડીઓ સુધી પહોંચ્યું છે.
    આ વર્ષે પણ ઓસ્ટ્રેલિયા, દુબઇ, જર્મની, યુએસએ અને કેનેડા મળીને કુલ ૧૪ દેશ તથા ભારતના ૧૪ રાજ્યોના ૪૦ શહેરોમાંથી મહિલાઓએ રાખડીઓ મોકલી છે.આ અભિયાનની શરુઆત થઈ ત્યારે પહેલા વર્ષ વિદ્યાર્થીઓ દ્વારા હાથે બનાવેલી ૭૫ રાખડીઓ મોકલવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય રાજ્યો સહિત વિદેશમાં રહેતા ભારતીયો પણ આ અભિયાનમાં જોડાયા હતા.જેના કારણે ચોથા વર્ષે 10000 પાંચમા વર્ષ 14000 છઠ્ઠા વર્ષે કોરોના સંક્રમણને પગલે 12000 રાખડીઓ મહિલાઓએ મોકલી હતી.જે વડોદરાથી સરહદ પર રવાના કરાઈ હતી.આ વર્ષે 65000 થી વધુ રાખડીઓ મહિલાઓએ તેમજ સંસ્થાઓએ પણ મોકલી આપી છે.
    દરેક રાખડી પાછળ મોકલનારનું નામ અને ફોન નંબર લખવામાં આવે છે. જેથી જવાનને કોણે રાખડી મોકલી તે ખબર પડે. રાખડી મળ્યા બાદ ઘણા જવાનો અને અધિકારીઓ રાખડી મોકલનાર મહિલાઓને આભાર માનતા સંદેશા પણ મોકલે છે તો કેટલાક જવાનો ફોન કરીને આભાર પ્રગટ કરે છે. કેટલાક કિસ્સામાં તો જવાનોએ રાખડી મોકલનાર બહેનોને ગિફટ મોકલી હોય તેવુ પણ બન્યુ છે.





    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    દેશની રક્ષા કરતા જવાનો માટે બહેનોએ મોકલી 65,000 રાખડી | Yug Abhiyaan Times