ગુજરાત કોંગ્રેસની કમાન ફરી એકવાર અમિત ચાવડાની હાથમાં સોંપાઈ
Updated : July 17, 2025 06:55 pm IST
Bhagesh pawar
ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન ફરી એકવાર અમિત ચાવડાને સોંપવામાં આવી છે. જ્યારે, તુષાર ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવાયા છે. કોંગ્રેસે ફરી એકવાર અમિત ચાવડા પર વિશ્વાસ મુક્યો છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ પદ ખાલી પડ્યું હતું.
કડી, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાદ શક્તિસિંહ ગોહિલે આપ્યું હતું રાજીનામું
મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા બાદ આ પદ ખાલી હતું અને આ પદની જવાબદારી કોના શિરે જશે ? તેને લઈને રાજકીય વર્તુળોમાં પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા હતા. જો કે, આજે તમામ અટકળો અને તર્ક વિતર્ક પર પૂર્ણ વિરામ લાગ્યો છે. કારણ કે, કોંગ્રેસ હાઇ કમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ માટે નામની જાહેરાત કરી છે.
અમિત ચાવડા પર કોંગ્રેસે ફરી એકવાર મુક્યો વિશ્વાસ
જણાવી દઈએ કે, કોંગ્રેસ હાઇકમાન્ડે એકવાર ફરી અમિત ચાવડા પર વિશ્વાસ દાખવ્યો છે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી છે. આ સાથે વિધાનસભામાં પક્ષના નેતા તરીકેની જવાબદારી તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે. અમિત ચાવડા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનો જૂનો અને જાણીતો ચહેરો છે. તેઓ ઘણા વર્ષોથી પાર્ટીમાં રહી સક્રિય કામગીરી કરી રહ્યા છે. વિવિદ મુદ્દાઓ પર રાજ્યની બીજેપી સરકારને ઘેરવાની અમિત ચાવડા પૂરજોર કોશિશ પણ કરે છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
