શપથ લેતાં ની સાથે જ ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ધડાકો
Updated : July 16, 2025 05:23 pm IST
Bhagesh pawar
વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ચુંટાયેલ ગોપાલ ઈટાલિયાએ આજરોજ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્ય પદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર એક સમયે જુતું મારવાની ઘટના વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું એક સમયે વિધાનસભા પરિસરમાં ખોટા નિર્ણયો સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે હું આંદોલનકારી હતો. આજે હું તે પ્રશ્નો સામે ગૃહમાં લડવા આવ્યો છું.
આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું ધારાસભ્ય બની રહ્યો છું. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે. વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છુ. એક સપનું લઈ ચાલતા હતા જે સાકાર થવા જઈ રહ્યું છે. શપથ પહેલા ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા હતા. જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઈટાલિયાએ જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતનો નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન છે. ગોપાલ ઇટાલિયના રાજીનામાથી બ્રિજ તૂટતા બંધ નહીં થાય. તેમજ તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે.
રાજીનામુ આપવા અંગે ગોપાલ ઇટલીયાનું નિવેદન હતું કે, મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે. ગોપાલના રાજીનામાંથી શું થશે. ધારાસભ્ય પદ પરના શપથ લીધા બાદ ગોપાલ ઇટલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ડો બાબા સાહેબને યાદ કરું છું. જેમાં સંવિધાનની તાકાતના કારણે મારા જેવો સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે. હું વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને યાદ કરું છું. એમને ચિતરેલા માર્ગ પર ચાલી શકુ તે માટે પ્રયાસ કરીશ. જેમાં ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે. વિસાવદરની જનતાનો પણ હું આભારી છું. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ પોતાનો આત્મા જગાડે. ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે. ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાએ આહવાન કર્યું હતું.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

ગુજરાતમાં 105 IPS-SPS અધિકારીઓની બદલી-પ્રમોશન

સ્વતંત્રતા દિને અનોખી રીતે દેશપ્રેમ વ્યક્ત કરતા વડોદરાવાસીઓ

ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર

પંજાબમા વકીલની હત્યાનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
