Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા કલેકટરે સ્ટેટ વિજીલન્સને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ માટે પત્ર લખ્યો

    વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 52 કરોડાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ટીમ વડોદરાનો આક્ષેપ

    Updated : July 08, 2025 04:11 pm IST

    Bhagesh pawar
    વડોદરા કલેકટરે સ્ટેટ વિજીલન્સને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ માટે પત્ર લખ્યો

    વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 52 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ટીમ વડોદરાએ કર્યો હતો. ટીમ વડોદરાના સભ્યોએ બોટ અને લાઇફ જેકેટ પહેરી વિજિલન્સ તપાસ શરૂ કરવા અને બાકી રહેલા બિલ રોકવાની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેના પરિણામે કલેકટરે તાત્કાલીક ઘોરણે સ્ટેટ વિજિલન્સ કમિશનર કચેરીએ પત્ર લખ્યો હતો.


    વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ફરી પુર ન આવે અને શહેરીજનોને બધું4એક વખત હાલાકી ન ભોગવવી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેકટ માટે 1200 કરોડ રૂપિયા વડોદરા મહાનગર પાલિકાને ફળવ્યા છે. જોકે આ પ્રોજેકટ 100 દિવાસમ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક હતું. પરંતુ હજી પણ કામગીરી સંપૂર્ણ પુરી ન થઈ હોવાનાં આક્ષેપો છે.


    તેવામાં ટીમ વડોદરા દ્વારા તાજેતરમાંજ વિશ્વામિત્રી પ્રોજેકટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે વડોદરા કલેકટર અનિલ ધમેલીયાને આવેદન આપ્યું હતું. જેમાં 12 જેટલા મહત્વના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા. આ સાથે સ્ટેટ વિજિલન્સની તપાસની માંગ અને બાકી રહેલા બીલ તુરંત રોકવા રજુઆત કરાઈ હતી. જે અંગે કલેકટરે ગંભીર નોંધ લઈ તુરંત સ્ટેટ વિજિલન્સ કમિશનર કચેરી ખાતે પત્ર લખ્યો છે.

    કલેકટરના આ પત્ર બાદ સ્ટેટ વિજિલન્સની ટીમ વિશ્વામિત્રી પ્રોજેકટમાં ભ્રષ્ટાચારની તપાસ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.


    પાલિકા અને સિંચાઇ વિભાગના સરખા કામમાં

    ટીમ વડોદરાના સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે, વિશ્વામિત્રીની પહોળાઇ અને માટી કાઢવા સહિતના પ્રોસેસ માટે 100 કરોડનો ખર્ચ બતાવાયો છે. જ્યારે આ કામ પાલિકા અને સિંચાઇ વિભાગને જુદુ જુદું સોંપ્યું છે. જેમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને નાણાંનો દુરપયોગ જોવા મળી રહ્યો છે. પાલિકાએ 24 કિમીની સફાઇમાં 75 કરોડ તથા 240થી વધુ ડમ્પરનો ઉપયોગ કરાયો છે. બીજી તરફ સરખા કિમીના સરખા જ કામમાં સિંચાઇ વિભાગને 24 કરોડ અને 86 ડમ્પરનો ઉપયોગ કરાયો છે. આટલો મોટો તફાવત કેવી રીતે આવે.


    એક જ સરખા કામમાં નાણાં તફાવતના આક્ષેપ કરાયા છે.

    - સિંચાઇ વિભાગ (24 કિમી)

    1) નિયતિ કન્સ્ટ્રક્શન – રૂ. 4.29 કરોડ

    2) નિયતિ કન્સ્ટ્રક્શન – રૂ. 4.29 કરોડ

    3) જેએનપી ઇન્ફ્રાસ્ટ્રકચર – રૂ. 4.13 કરોડ

    4) જેએનપી ઇન્ફ્રાસ્ટ્રકચ – રૂ. 4.13 કરોડ

    5) ચામુંડા કન્સ્ટ્રક્શન – રૂ. 4.14 કરોડ

    6) નિયતિ કન્સટ્રક્શન રૂ. 3.14 કરોડ


    - પાલિકા 24 કિમીની કામગીરી

    1) રાજકમલ – રૂ. 18.93 કરોડ

    2) સંકલ્પ – રૂ. 18.28 કરોડ

    3) ડી.બી પટેલ – રૂ. 20.07 કરોડ

    4) શિવમ – રૂ. 19.34 કરોડ


     કૂલ રૂ. 76.62 કરોડ

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    વડોદરા કલેકટરે સ્ટેટ વિજીલન્સને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ માટે પત્ર લખ્યો | Yug Abhiyaan Times