Monday, August 18, 2025 9:12 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    પ્રાથમિક સુવિધા મુદ્દે અવાજ ઉઠાવનાર લખન દરબારની રાજકીય દબાણ હેઠળ અટકાયત.

    ડહોળું પાણી આવતા ગ્રામજનોની ચુંટણી બહિષ્કારની ચીમકી.

    Updated : July 20, 2025 03:46 pm IST

    Jitendrasingh rajput
    પ્રાથમિક સુવિધા મુદ્દે અવાજ ઉઠાવનાર લખન દરબારની રાજકીય દબાણ હેઠળ અટકાયત.

    વડોદરા વેમાલી ગામને મહાનગર પાલિકા માં સમાવિષ્ટ કર્યાને પાંચ વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતાં વેમાલી ગામના ગ્રામજનો સાથે અન્યાય થઈ રહ્યો છે.ગ્રામજનોને વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાયાની સુવિધા ઓ પણ આપવા માં નથી આવી.


    વેમાલી ગામના ગ્રામજનો સાથે ઓરમાયું વર્તન થતા ગ્રામજનો માં ભારે રોસ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડેલી વડોદરા મહાનગર પાલિકા વિરુદ્ધ ગ્રામજનો એ બાંયો ચઢાવી છે અને તેને લઈને આજરોજ કરણી સેનાના અધ્યક્ષ લખન દરબાર ની અધ્યક્ષતામાં સામાજિક કાર્યકરો તેમજ ગ્રામજનોએ ભેગા મળી પ્રતીક ધરણા થકી વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પરંતુ જ્યારે ગ્રામજનો અને આગેવાનો પ્રતીક ધરણાની શરૂઆત કરે તે પહેલાંજ તમામ આગેવાનોની અટકાયત કરી મંજુસર પોલીસે મથકે લઈ જવામાં આવ્યા હતા.


    ગ્રામજનોમાં પાયાની સુવિધા નહીં મળતા ભારે રોસ જોવા મળી રહ્યો છે.વેમાલી ગામ માં પીવાનું ડહોળું પાણી આવે છે જેને પગલે પાણી જન્ય રોગો નો ડર ગ્રામજનો ને સતાવી રહી છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા વિસ્તારમાં બનાવેલી પીવાની ટાંકી જર્જરિત હાલતમાં દેખાડી હતી અને આ ટાંકીમાં ડ્રેનેજનું પાણી પણ મિક્સ થતું હોવાના દ્રશ્યો પણ યુગ અભિયાન ટાઇમ્સ નિ ટીમ ને દેખાડ્યા હતા.


    પાણી ની ટાંકી પાસેજ જંતુ નાશક ગણાતી DDT પાવડરનો જથ્થો પણ ખુલ્લામાં મોટી માત્રામાં પડ્યો હતો જે વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીની પોલ ખોલી રહ્યો હતો. સ્થાનિક ગ્રામજનો એ અત્યાર સુધી ચૂંટાઈ આવેલા કોર્પોરેટ ગામ માં જોવા આવતા નથી અને હવે આવનારી પાલિકાની ચૂંટણી સમયે તમામ વેમાલી ગામના રહીશો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    પ્રાથમિક સુવિધા મુદ્દે અવાજ ઉઠાવનાર લખન દરબારની રાજકીય દબાણ હેઠળ અટકાયત. | Yug Abhiyaan Times