Saturday, August 2, 2025 3:45 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    GSFC માં અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ રહસ્યમય રીતે કર્યો આપઘાત

    કોમર્શિયલ બિલ્ડીગના સાતમા માળેથી નીચે ઝંપલાવી વિદ્યાર્થીનીનો રહસ્યમય આપઘાત

    Updated : July 30, 2025 02:14 pm IST

    Jitendrasingh rajput
    GSFC માં અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ રહસ્યમય રીતે કર્યો આપઘાત

    વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સ નામની કોમર્શિયલ બિલ્ડીગના સાતમા માળેથી મધરાતે નીચે ઝંપલાવીને એક યુવતીએ આપઘાત કર્યો હતો.

    સવારના પોલીસ કંટ્રોલ રૂમને મળેલી વર્ધીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બિલ્ડીંગના બેઝમેન્ટના ફ્લોર ઉપરથી યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી હતી.ઘટનાની જાણ મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ જોતા તે નીચેથી સાતમા માળ સુધી દાદર પર ચડીને એકલી ગઈ હતી. ત્યાર પછી અગાસીમાં જવાનો રસ્તો નહીં હોવાથી તેણે સાતમા માળેથી નીચે ઝંપલાવ્યું હોઈ શકે. પોલીસે કહ્યું હતું કે બિલ્ડીંગમાં સિક્યુરિટી હતી જેના કારણે યુવતી પાછળના ગેટમાંથી અંદર પ્રવેશી હતી. પ્રાથમિક તપાસમાં યુવતી જીએસએફસી યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે તેણે આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલી રહી છે.યુવતી કોમર્સીયલ બિલ્ડીંગમાં કેવી રીતે આવી તેની પણ હાલ તપાસ ચાલી રહી છે આત્મહત્યા કે હત્યા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.પોલીસે મોબાઇલ-ચશ્માં કબજે કર વધુ તપાસ હાથ ધરી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    GSFC માં અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ રહસ્યમય રીતે કર્યો આપઘાત | Yug Abhiyaan Times