વડોદરામાં SAIYAARA ફિલ્મની વિપરીત અસરનો કિસ્સો સામે આવ્યો છે.
વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે - અભયમ
Updated : July 28, 2025 03:21 pm IST
Jitendrasingh rajput
લવ સ્ટોરી ફિલ્મની આવી અસર થશે એવું કોઈએ વિચાર્યું નહતું. લાંબા સમય બાદ સિનેમાઘરોમાં આવેલી આ લવ સ્ટોરી યુવા પેઢીના માથે ચઢી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ જોઇને કોઇક બુમો પાડી રહ્યું છે, તો કોક બેશુદ્ધ હાલતમાં થીએટરમાં જોવા મળે છે. આ ફિલ્મને લઇને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ છે. આ વચ્ચે ફિલ્મનો હકીકતના જીવનમાં ખોટી અસર પડી હોવાનો કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. યુવતિએ સૈયારા ફિલ્મ જોઇને પોતાના પ્રેમીને યાદ કર્યો હતો. અને તે લાગણીમાં વશ થઇને પોતાની જાતને ત્રણ દિવસ સુધી રૂમમાં પુરી રાખી હતી. આખરે પરિવારે અભયમની મદદ લેતા મામલે થાળે પડ્યો હતો. ફિલ્મની યુવાપેઢી પર વિપરીત અસર પડી રહી હોવાનું આ કિસ્સા પરથી સામે આવ્યું છે.
દેશભરમાં સોશિયલ મીડિયા પર સૈયારા ફિલ્મનો ભારે ઇમોશનલ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં આ ફિલ્મની વિપરીત અસરનો કિસ્સો સામે આવ્યો છે. સૈયારા જોઇને મેડિકલ કોલેજમાં લેક્ચરર યુવતિ ત્રણ દિવસથી પોતાના રૂમમાં પુરાઇ રહી હતી. આ અંગેની જાણ પરિજનનો થતા તેઓ ચિંતીત થયા હતા. અને મદદ માટે અભયમને કોલ કર્યો હતો. બાદમાં અભયમે તુરંત યુવતિ પાસે પહોંચીને તેની જોડે અસરકારક સંવાદ સાધ્યો હતો.
વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે - અભયમ
અભયમની ટીમે યુવતિને જણાવ્યું કે, ફિલ્મ એક મનોરંજન માટેનું સાધન છે. વાસ્તવીક જીવન ફિલ્મથી વિપરીત હોય છે. ફિલ્મમાંથી સારી બાબતો શીખવાની હોય છે. જે આપણને જીવનમાં ઉપયોગી નીવડે. ફિલ્મ જોયા બાદ યુવતિએ પોતાની લાગણી ધરાવતા યુવક અંગે ખુલ્લા દીલથી વાત કરી હતી. યુવતિને માર્ગદર્શન મળતા તે પરિસ્થિતીમાંથી બહાર આવવા માટે જાગૃત બની હતી. આમ, અભયમે ફિલ્મની વિપરીત અસર હેઠળ આવી ગયેલી યુવતિનો જીવ બચાવ્યો હતો.
Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
Recent news

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા
Related newsવધુ જુઓ

Vadodara
લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો
August 17, 2025Bhagesh pawar

Vadodara
આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ
August 14, 2025Sushil pardeshi

Vadodara
સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
August 13, 2025Sushil pardeshi

Vadodara
વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા
August 13, 2025Jitendrasingh rajput
Popular news

Vadodara
વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...
July 23, 2025Sushil pardeshi

Vadodara
ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત
July 28, 2025Jitendrasingh rajput

Narmada
અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
July 26, 2025Sushil pardeshi

Gujarat
દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર
June 21, 2025Bhagesh Pawar