Monday, August 18, 2025 9:10 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરા જિલ્લા એલસીબીએ કરજણ અને જરોદમાંથી એક જ રાતમાં 66 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

    જરોદમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી અને દારૂના જથ્થા સિવાય કોઇ ન મળ્યું

    Updated : July 02, 2025 06:02 pm IST

    Bhagesh Pawar
    વડોદરા જિલ્લા એલસીબીએ કરજણ અને જરોદમાંથી એક જ રાતમાં 66 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

    વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક જ રાતમાં જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએ દરોડા પાડી રૂ. 66 લાખ ઉપરાંતનો દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે બીજી તરફ જરોદામાં દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકતા માત્ર દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બન્ને દરોડામાં રૂ. 66,23,720નો દારૂનો જથ્થો મળી કૂલ રૂ. 96,38,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    જિલ્લા એસ.સી.બીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશ દારૂનો જથ્થો ભરી લાવી ખંડીવાડાથી સરણેજ ગામ જવાના રોડ ઉપર આવેલા પ્રયાસા કંપની પાછળ દળીય વગામાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો અન્ય નાની ગાડીઓમાં કટીંગ કરી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસની ટીમ સ્થળ પર ત્રાટકી હતી. જ્યાં ટ્રકમાં તપાસ કરતા તુવેરના ફોતરાવાળુ ભુસુ ભરેલા પ્લાસ્ટીકના કોથળાની આડમાંથી દારૂની 823 પેટીઓ મળી આવી હતી. આ સાથે સ્થળે પરથી બે કાર પણ મળી આવતા પોલીસે રૂ. 41,15,000ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી, એક ટ્રક અને બે કાર મળી કૂલ રૂ. 61,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    જ્યારે બીજી તરફ એલસીબીની અન્ય ટીમને પણ બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર પાસીંગના કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરૂચથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે નેશનલ હાઇવે નં-48 પર આવેલા દેથાણ પાટીયા પાસે વોચ ગોઠવી બાતમી આધારીત કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાં કન્ટેનરના ચાલક રમેશકુમાર ભાનુપ્રતાપ મિશ્રા (રહે. મહમદપુર, પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ)નો હોવાનું જણાયું હતુ. જોકે એ હાલ મહારાષ્ટ્રના રાયગઢ સાથે રહે છે.

    પોલીસે કન્ટેનર ચાલક રમેશકુમારને સાથે રાખી તપાસ કરતા દારુ બીયરની 301 પેટીઓ મળી આવી હતી. આ દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર સંતોષ સરોજ નામના વ્યક્તિએ વાપી હાઇવે પર રાજસ્થાની હોટલ પાસેથી આપી અમદાવાદ લઇ જવાનું જણાવ્યું હતું. આ કિસ્સામાં પોલીસે કન્ટેનરમાંથી રૂ. 25,08,720ની કિંમતના દારૂના જથ્થા સહિત કન્ટેનર, જીપીએસ અને મોબાઇલ ફોન મળી કૂલ રૂ. 35,23,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    ઉપરોક્ત બન્ને કિસ્સામાં દારૂનો જથ્થો મંગાવનાર, મોકલનાર તેમજ કન્ટેનર ચાલક સામે પોલીસે બે જુદા જુદા પ્રોહિબીશનના ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.