જર્જરિત બિલ્ડિંગમાં ભયના ઓથા હેઠળ ભણતા વિધાર્થીઓ.શું આવી રીતે ભણશે ગુજરાત..?
વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે
Updated : July 30, 2025 03:25 pm IST
Jitendrasingh rajput
વડોદરા પાસેના ઔદ્યોગિક રૂપાપુરા ગામે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે અને તોડવાની મંજૂરી પણ આપી દીધી છે પરંતુ નવી સ્કૂલ બનતી નહીં હોવાથી બાળકો જોખમી સ્થિતિમાં કુલ બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે.
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક સ્કૂલમાં પાણી ભરાઈ જવાની પાણી ટપકવાની તેમજ શૌચાલય નહીં હોવાની ફરિયાદો થઈ હોવા છતાં હજી પણ અનેક સ્કૂલો જર્જરિત અવસ્થામાં છે અને વિદ્યાર્થીઓ જાનના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. વડોદરાને અડીને આવેલા ઔદ્યોગિક વિસ્તાર રૂપાપુરા ગામે ચાલતી સરકારી પ્રાથમિક સ્કૂલની આવી જ સ્થિતિ છે. આ સ્કૂલની છતના પોપડા ખરી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે અને વાયરીંગ નીકળી ગયું છે. જ્યારે પાણી ટપકતું હોવાની પણ ફરિયાદો થઈ છે.
નોંધપાત્ર બાબતો એ છે કે સ્કૂલને તોડી નાખવા માટે ખુદ જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં આ સ્કૂલ તોડવાને બદલે ચાલુ રાખવામાં આવી છે અને જોખમ હોવાથી બાળકો સ્કૂલની બહાર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ગામજનોની રજૂઆતો સાંભળવામાં નહીં આવતી હોવાથી હવે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ

ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખુલશે ! ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ 4 અને એક નિવૃત અધિકારી વિરુદ્ધ કાર્યવાહી માટે SIT ની રચના કરાઈ

દીકરીનો જન્મ થાય તો માતાપિતાને રૂ. ૧૫૦૦ની ભેટ - અંકોડિયા ગ્રામ પંચાયતની નવી પહેલ,

ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર સ્થિતિ..!!! - વહીવટી તંત્ર એલર્ટ મોડ પર..

ભરૂચ ભોલાવ એસટી ડેપોના વર્કશોપમાં લાગી ભીષણ આગ

મુંબઈના બહુચર્ચિત અપહરણ કેસમાં વડોદરાના વધુ એક ઇસમની ધરપકડ

વડોદરા પોલીસ કમિશ્નરના નેતૃત્વમાં ક્રાઇમ રેટ વધ્યો કે ઘટ્યો ??

24.98 લાખની રદ કરેલી ચલણી નોટો સાથે પાંચ શખ્સોની ધરપકડ, પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

4 તોલા વજનની બુટ્ટીઓ ભરેલું બોક્સ ચોરીને ફરાર થઇ ગયો ગઠિયો.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી

બ્રિજ દુર્ઘટનામાં અટકેલા ટેન્કરને હોટ એર બલુન ટેક્નોલોજીથી બહાર કાઢવાની તજવીજ

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે ઍલર્ટ જાહેર
