પવિત્ર શ્રાવણ માસમાં 'વાયરલ' કલાકાર રાજુનું શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને અનોખું સેવાકાર્ય
ગૌ માતા-નંદીજી મહારાજ આશિર્વાદથી જે મેં મેળવ્યું, તે તેમની સાથે ખુશી વહેંચવા આવ્યો છું
Updated : July 29, 2025 02:40 pm IST
Jitendrasingh rajput
'મારા સડકથી લઇને સોનું નિગમ સુધી પહોંચવાના સફરમાં સતત ગૌ માતા-નંદીજી મહારાજના આશિર્વાદ મારી સાથે રહ્યા છે', સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સડકથી લઇને સોનું નિગમ સુધી પહોંચનાર રાજુ કલાકારના આ શબ્દો છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે રાજુ કલાકારે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 2001 કિલો ડ્રાયફ્રુટ ઘૂઘરી, 3 હજાર રોટલીઓ, તથા લીલુ ઘાસ ગૌ માતા અને નંદીજીને અર્પણ કર્યું છે. આ તકે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે કહ્યું કે, આ આપણું ભારતીય હોવાનું અનોખું લક્ષણ છે, આપણે ગમે તેટલી ટોચ ઉપર હોઇએ પરંતુ આપણે આપણા સંસ્કારો નથી ભૂલતા. રાજુ કલાકારે પોતાના ઉદાહરણ થકી આ વાતને વધુ દ્રઢ બનાવી છે. આ કાર્ય સ્વર્ગીય દિલીપ-પરેશ અશોકચંદ શાહ પાંજરાપોળ (કરજણ-મિયાગામ) ખાતે કરવામાં આવ્યું છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન ગરીબ અને ગૌ માતા-નંદીજી મહારાજના સેવા અર્થે વિતેલા સાડા ચાર વર્ષોથી નિયમીત સેવા આપી રહ્યું છે. આ વખતે અમારી જોડે અમારી જોડે હાલના સમયમાં જેમનો સિતારો સોશિયલ મીડિયાથી લઇને માયાનગરી સુધી ચમક્યો છે, તેવા રાજુ કલાકાર જોડાયા છે. તેમનું કહેવું છે કે, સડકથી લઇને સોનું નિગમ સુધી પહોંચવામાં ગૌ માતા-નંદીજી મહારાજના આશિર્વાદ સતત તેમની સાથે રહ્યા છે. જ્યાં ગૌ માતા-નંદીજી મહારાજ જોવા મળે ત્યાં, તેઓ તેમના માથે હાથ ફેરવીને આશિર્વાદ લેતા હતા. અને તે આશિર્વાદને પોતાના માથે ચઢાવતા હતા. હવે તેઓ સફળ થયા છે, ત્યારે તેમની સફળતાનો હિસ્સો બનાવવા માટે ગૌ માતા અને નંદીજી મહારાજને શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને 2001 કિલો ડ્રાયફ્રુટ ઘૂઘરી, 3 હજાર રોટલીઓ, તથા લીલુ ઘાસ જમાડ્યું છે.
વધુમાં રાજુભાઇનું કહેવું છે કે, ગૌ માતા-નંદીજી મહારાજ આશિર્વાદથી જે મેં મેળવ્યું, તે તેમની સાથે ખુશી વહેંચવા આવ્યો છું. નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અમારૂ સ્પષ્ટ માનવું છે કે, આપણે ત્યાં પેઢીઓથી ગૌ માતા માટે પહેલી રોટલી-ભાખરી બનાવવામાં આવતી હતી. સમયજતા આપણે સેવાના સંસ્કારો ભૂલી રહ્યા છે, જેથી ગૌ માતા-નંદીજી કચરો ખાવા મજબૂર બન્યા છે. જો આપણી પેઢી સંકલ્પ લે, તો આવનાર અનેક પેઢીઓ સુધી સારામાં સારી ગૌ સેવા કરી શકીએ છીએ, અને આપણા સંસ્કારોનું આવનારી પેઢીમાં સિંચન કરી શકીએ છીએ

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
