ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ઈટીંગ મિટિંગ અને ચિટીંગમાં વ્યસ્ત ?
માત્ર સેમ્પલ લઇ સંતોષ માણતા ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારીઓ...
Updated : July 19, 2025 02:07 pm IST
Jitendrasingh rajput
વડોદરાને આમતો સંસ્કારી નગરી સાથે ઉધ્યોગ નગરી પણ કહેવામાં આવે છે.વડોદરાની આસપાસ અનેકો ઉધ્યોગ આવેલા છે.જેમાં કેમિકલ ઉધ્યોગ મોટા પાયે જોવા મળે છે. અને આ કેમિકલ ઉદ્યોગોના કારણે વડોદરા જીવતા બોમ્બ ઉપર બેઠું છે તેમ પણ લોકો માની રહ્યા છે.
વડોદરા એક કેમિકલ હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે ત્યારે અવારનવાર શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તાજેતરમાંજ વડોદરા નજીક આવેલ નંદેસરી GIDC માં બેફામ બનેલા કોઈ એક ઉધ્યોગ પતિ દ્વારા વિસ્તાર માંથી પસાર થતી મીની નદી માં કેમિકલ યુક્ત ઝેરી પાણી ખુલ્લા માં છોડી મૂકવામાં આવ્યું હતું.જેને પગલે વિસ્તારના રહીશો ભારે હેરાન પરેશાન પણ થયા હતા.આમ તો મીની નદી માં કોઈ પણ પ્રકારનું પાણી છોડવા અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.પરંતુ જ્યારે મીની નદી માં છોડી મૂકવામાં આવેલ કેમિકલ યુક્ત ઝેરી પાણી અંગે જ્યારે GPCB ના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સમગ્ર ઘટનામાં સેમ્પલ લીધા હોવાના જાપ કર્યા હતા.
આજે ફરી એક વાર વડોદરા શહેરની મધ્ય માંથી સર્પાકાર રીતે પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજ પ્રકારનું લાલ રંગનું ઝેરી ગણાતું કેમિકલ યુક્ત પાણી જોવા મળતા સ્થાનિકો અચરજ માં મુકાયા હતા.આ અંગે જ્યારે યુગ અભિયાન ટાઇમ્સ દ્વારા GPCB ના અધિકારીને પૂછવા માટે ટેલિફોનીક સંપર્ક કરવામાં આવ્યો
ત્યારે તેમણે ફોન કાપી નાખી મેસેજ મારફતે પોતે મિટિંગ માં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર ઘટનામાં ટીમ પહોંચી ને તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ઓ વડોદરાના હીત માટેની મિટિંગ માં વ્યસ્ત હતા કે પોતાના હિત માટે...?

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
