Monday, August 18, 2025 9:06 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ફોર્ચ્યનર કારમાં ડોનગીરી કરવા નિકળ્યા વડોદરા પોલીસે કાઢી નાખી બધી ડોનગીરી

    ગોરવા પોલીસે ચારેયની ધરપકડ કરી

    Updated : July 25, 2025 01:23 pm IST

    Jitendrasingh rajput
    ફોર્ચ્યનર કારમાં ડોનગીરી કરવા નિકળ્યા વડોદરા પોલીસે કાઢી નાખી બધી ડોનગીરી

    શહેરમાં જુદી જુદી ગેંગ બનાવી મારામારી કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર તત્વો સામે વડોદરા પોલીસે લાલ આંખ દાખવી છે. તાજેતરમાં ચુઇ ગેંગના સાત સાગરીતો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી પાંચના રિમાન્ડ મેળવ્યા છે. છતાંય સુધરવાને બદલે હવે ગોરવા વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા માંગતા તત્વોને પોલીસે પાઠ ભણાવતા ડોન બનવા નિકળેલા ચારેયએ કાન પકડવાનો વારો આવ્યો હતો.


    શહેરના છાણી જકાતનાકા સ્થિત મધુ રેસીડેન્સીમાં રહેતો મુળ જામનગરનો શક્તિસિંહ ઘનરાજસિંહ રાણા તેના મિત્ર જતીન જેઠાભાઇ ધાગીયા (રહે. જલા હાઉસ, વાસણા ભાયલી રોડ, મુળ રાજકોટ), મનિષ શંકરલાલ યાદવ (રહે. આમજેરા, ડુંગરપુર, રાજસ્થાન) અને હેમેશ રમેશભાઇ હોદાર (રહે. જલા હાઉસ, વાસણા ભાયલી રોડ, મુળ પોરબંદર) સાથે મહેફીલ માણી નેશનલ હાઇવે પર આવેલા બાપુ ચિકન ખાતે જમવા માટે પહોંચ્યાં હતા.


    જોકે રેસ્ટોરન્ટ બંધ થઇ ગઇ હોવાથી જમવાનું તો આપવું જ પડશે તેવી દાદાગીરી કરી કર્મચારી પાસે રેસ્ટોરન્ટના માલિક ગૌરાંગ સુરેશભાઇ પઢીયારને ફોન લગાવી કહ્યું, શક્તિ બોલું છું અમે જમવા આવ્યાં છીએ, તમારો માણસ કહે છે જમવાનું પતી ગયું છે, જો અમને જમવાનું નહીં મળે તો તું જ્યાં હોઇશ ત્યાં આવીને મારીશ, તારા ઘરનું લોકેશન મોકલ.


    ગૌરાંગે મોબાઇલ ફોનથી ઘરનું લોકેશન મોકલ્યું હતુ. થોડીક વારમાં એક ફોર્ચ્યુનર કાર આવી હતી, કારમાંથી 4 જણા ઉતર્યા હતા. આ પૈકીના એકે કહ્યું હતું કે, મારૂ નામ શક્તિ છે અને સીધો મારમારવો શરૂ કરી દીધું હતુ. બીજા સાગરીતો પૈકીના એક જણાએ તીક્ષ્ણ હથિયાર કાઢીને ગૌરાંગના શરીરી ઉપર ઉપરા છાપરી ઘા ઝીંક્યાં હતા.


    મોડી રાતે સાડા અગ્યાર વાગે બનેલા બનાવના પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે હુમલાખોરો ફોર્ચ્યુનર કારમાં નાસી છુટ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ ઇન્સપેક્ટર કિરીટ લાઠીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરોની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ચારેયને ઝડપી પાડ્યા હતા. ત્યારે ડોન બનવા નિકળેલા ચારેય કાન પકડતા થઇ ગયા હતા.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ફોર્ચ્યનર કારમાં ડોનગીરી કરવા નિકળ્યા વડોદરા પોલીસે કાઢી નાખી બધી ડોનગીરી | Yug Abhiyaan Times