Sunday, August 3, 2025 2:49 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    24.98 લાખની રદ કરેલી ચલણી નોટો સાથે પાંચ શખ્સોની ધરપકડ, પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

    વડોદરા એલસીબીને મળી મોટી સફળતા,રદ થયેલી નોટ સાથે પાંચની ધરપકડ

    Updated : August 02, 2025 03:51 pm IST

    Jitendrasingh rajput
    24.98 લાખની રદ કરેલી ચલણી નોટો સાથે પાંચ શખ્સોની ધરપકડ, પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો


    લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3 દ્વારા વડોદરા શહેરમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ભારત સરકાર દ્વારા રદ કરાયેલી ₹500 અને ₹1000ની ચલણી નોટો સાથે ₹24.98 લાખ ની રકમ કબ્જે કરી છે તથા પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.


    ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500-1000 ની ચલણી નોટો સાથે રખડતા પાંચને વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3 દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. એલસીબીની ટીમો ગુનાખોરી ડામવા માટે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એએસઆઇને બાતમી મળી કે, ભારત સરકાર દ્વારા ચાલુ ચલણમાંથી રદ થયેલી નોટો સાથે કેટલાક ઇસમો ફરી રહ્યા છે. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.


    વડોદરા શહેરમાં ગુનાખોરી ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3 ની ટીમે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એએસઆઇ કનકસિંહ શિવસિંહને બાતમી મળી કે, કેટલાક ઇસમો રદ કરવામાં આવેલી ચલણી નોટોને લઇને આવી રહ્યા છે. તેમની પાસે મોટી સંખ્યામાં ચલણી નોટો છે. જેના આધારે રેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરોડામાં જુની ચલણી નોટો મળીને કુલ 24.98 લાખની નોટો કબ્જે કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.


    પોલીસે આ દરોડામાં સાંમત ઉર્ફે જીગો જેસીંગભાઇ કાળાભાઇ ભરવાડ (રહે. ભાલીયાપુરા, ચીખોદરા, નવાગામ, વલભીપુર, ભાવનગર), નાથાભાઇ વેલાભાઇ ભરવાડ (રહે. રાજનગર, માલોદર, ભરવાડવાસ, વાઘોડિયા, વડોદરા), મુકેશભાઇ જહાભાઇ ભરવાડ (રહે. ભરવાડવાસ, સંતોષવાડી, દંતેશ્વર રોડ, વડોદરા), અહેમદ અયુબ મન્સુરી (રહે. ધનાની પાર્ક, મેમણ પોલોની, પાણીગેટ, વડોદરા) અને વજેકણભાઇ કાવાભાઇ ભરવાડ (મીર) (રહે. માણકી કોમ્પ્લેક્ષ પાછળ, ઉમા ચાર રસ્તા, વડોદરા) ની ધરપકડ કરી છે. ઉપરોક્ત તમામ સામે બેંક નોટ્સ ની કલમ 07 નો ભંગ કર્યા બાબતે પાણીગેટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



    ઘટનાની વિગતવાર વિગતો:

    • બાતમી આપનાર: ASI કનકસિંહ શિવસિંહ

    • સ્થળ: વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારો

    • કાર્યવાહી દરમિયાન મળી આવેલ રકમ: ₹24,98,000 (રદ કરેલી ચલણી નોટોમાં)

    • અધિકારીઓ દ્વારા: લોકલ ક્રાઇમ બ્રાન્ચ – ઝોન 3


    ધરપકડ કરાયેલા આરોપીઓ:

    1. સાંમત ઉર્ફે જીગો જેસીંગભાઇ કાળાભાઇ ભરવાડ

      • રહેવાસી: ભાલીયાપુરા, ચીખોદરા, નવાગામ, વલભીપુર, ભાવનગર

    2. નાથાભાઇ વેલાભાઇ ભરવાડ

      • રહેવાસી: રાજનગર, માલોદર, ભરવાડવાસ, વાઘોડિયા, વડોદરા

    3. મુકેશભાઇ જહાભાઇ ભરવાડ

      • રહેવાસી: ભરવાડવાસ, સંતોષવાડી, દંતેશ્વર રોડ, વડોદરા

    4. અહેમદ અયુબ મન્સુરી

      • રહેવાસી: ધનાની પાર્ક, મેમણ પોલોની, પાણીગેટ, વડોદરા

    5. વજેકણભાઇ કાવાભાઇ ભરવાડ (મીર)

      • રહેવાસી: માણકી કોમ્પ્લેક્ષ પાછળ, ઉમા ચાર રસ્તા, વડોદરા


    કાયદેસર કાર્યવાહી:

    • ઉપરોક્ત તમામ સામે ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ તથા બેંક નોટ્સ સંબંધિત કલમ 07 મુજબ ગુનો દાખલ કરાયો છે.

    • પાણીગેટ પોલીસ મથક ખાતે ગુનાની નોંધણી કરવામાં આવી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.