મુસ્લિમ સમાજ દ્વારા "માફિયા ગેંગ મુર્દાબાદ" અને "વડોદરા પોલીસ જિંદાબાદ" ના નારા લગાવ્યા
મુસ્લિમ સમાજ દ્વારા "માફિયા ગેંગ મુર્દાબાદ" અને "વડોદરા પોલીસ જિંદાબાદ" ના નારા લગાવ્યા
Updated : August 27, 2025 06:12 pm IST
Jitendrasingh rajput
કોઇ પણ ધર્મ કે સમાજ અન્ય ધર્મ કે સમાજની લાગણી દુભાઇ તેવું ક્યારેય ઇચ્છતું નથી, જો કોઇ વ્યક્તિ આ અસામાજીક પ્રવૃતિ કરે તો તેનો વિરોધ પણ કરવામાં આવતો હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ આજે વડોદરામાં જોવા મળ્યું હતુ. જ્યાં ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકનાર આરોપીઓ માફીયા ગેંગના હોય, એમ સ્થાનિક મુસ્લિમોએ વડોદરા પોલીસ જીંદાબાદ અને માફીયા ગેંગ મુર્દાબાદના નારા લગાવ્યાં હતા.
વડોદરામાં બે દિવસ અગાઉ સીટી પોલીસ સ્ટેશન નજીક મોડી રાતે ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા શખ્સો દ્વારા ઇંડા ફેંકવામાં આવ્યાં હતા. આ ઘટનાને લઇ મોડી રાતે પરિસ્થિતિ વણસી ઉઠે તેવી સ્થિત નિરમાણ પામી હતી. જોકે પોલીસે ત્વરીત એક્શન લઇ ગણતરીના કલાકોમાં એક સગીર સહિત ત્રણની ધરપકડ કરી હતી. આજરોજ બન્ને આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યું હતું.
ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકનાર સુફીયાન ઉર્ફે ગામા સલીમભાઇ મન્સુરી (ઉ.વ 20) અને શાહનવાઝ ઉર્પે બડબડ મોહંમદભાઇ કુરેશી (ઉ.વ 29)ને આજે પોલીસે દોરડા બાંધી સમગ્ર વિસ્તારમાં ફેરવી ઘટાનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. જેમાં સીટી પોલીસ સ્ટેશનથી બન્ને આરોપીઓને બહાર કાઢતાની સાથે રસ્તા પર મોટી સંખ્યામાં ઉભેલા મુસ્લિમ સમાજનો લોકોએ પોલીસની કામગીરી બિરદાવતા વડોદરા પોલીસ જીંદાબાદ માફીયા ગેંગ મુર્દાબાદના નારા લગાવ્યાં હતા.
અહીં મહત્વની વાત એ છે કે, ઇન્સ્ટાગ્રામ પર mafiagang_.307 નામથી એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં સુફીયાન અને શાહનાવઝ સહીત અન્ય લોકોની તસ્વીર અને ધાક જમાવતા વીડિયો અપલોડ કરવામાં આવ્યાં છે. જે ફલીત કરે છે કે, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકનાર માફીયા ગેંગના સાગરીતો છે, આ વાતને સ્થાનિક મુસ્લિમોએ માફીયા ગેંગ મુર્દાબાદના નારા લગાવી સમર્થન પુરૂ પાડ્યું છે.

આમોદ-દહેજ માર્ગ પર બેદરકારીથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડામણમાં એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

હાઈકોર્ટના વકીલોની હડતાળ ના કારણે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી

સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાંથી પાણી ની આવક વધતા 5 દરવાજા ખુલ્લા મૂકાયા

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ

વડોદરામાં શાળા સલામતી અને સુરક્ષા અંગે ચિંતન શિબિરનું સફળ આયોજન

કચ્છની કાંકરેજી ગાય 'મલીર' બની 'ચેમ્પિયન ઓફ ધ શો' 2025, મળ્યો જીતનો ખિતાબ અને 1 લાખનું પુરસ્કાર ઇનામ

મેયરના વોર્ડમાં જ પીવાના પાણીની સમસ્યાથી ગૃહિણીઓ ત્રસ્ત..

સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
