Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચથી 9 લાખનું MD ડ્રગ્સ લઇ વડોદરામાં ડિલિવરી આપવા આવ્યો અને પોલીસે ઝડપી પાડ્યો

    ભરૂચથી 9 લાખનું MD ડ્રગ્સ લઇ વડોદરામાં ડિલિવરી આપવા આવ્યો અને પોલીસે ઝડપી પાડ્યો

    Updated : July 25, 2025 06:00 pm IST

    Jitendrasingh rajput
    ભરૂચથી 9 લાખનું MD ડ્રગ્સ લઇ વડોદરામાં ડિલિવરી આપવા આવ્યો અને પોલીસે ઝડપી પાડ્યો

    વડોદરા શહેર SOG પોલીસે ભરૂચથી વડોદરામાં ડ્રગ્સની ડિલિવરી માટે આવેલા શખસ સાદીક મહેબુબ શેખની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 9.33 લાખ રૂપિયાની કિંમતનું 93.31 ગ્રામ મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સ કુલ 10,23,614 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.



    વડોદરા SOGની ટીમને બાતમી મળી કે, સાદીક મહેબુબ શેખ નામનો શખસ એક્ટિવા લઈને ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ગરબા ગ્રાઉન્ડ ખાતે એમ.ડી. ડ્રગ્સની ડિલિવરી માટે આવવાનો છે. બાતમીના આધારે SOG ટીમે કુંજ આવાસના આઉટહાઉસ પાસે રેડ કરી હતી, જ્યાં સાદીક મહેબુબ શેખને 93.31 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો હતો. આરોપીએ પોલીસથી બચવા માટે તેની એક્ટિવા પર PRESS લખાણ લખાવ્યું હતું અને તેની પાસેથી ખાનગી ન્યૂઝ ચેનલનું ફોટો આઈ.ડી. કાર્ડ પણ મળી આવ્યું છે.



    આરોપી સાદીક મહેબુબ શેખ (રહે. બી/892, સોનેરી મહેલ, જાલીયા મસ્જીદ સામે, ભરૂચ) સામે 2008માં ભાદરણ પોલીસ સ્ટેશન (બોરસદ) ખાતે હત્યાનો ગુનો નોંધાયેલો છે. આજની ઘટનામાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બે શખ્સો હજુ વોન્ટેડ છે, જેમની શોધખોળ ચાલુ છે.


    જપ્ત કરાયેલ મુદ્દામાલ


    મેફેડોન (એમ.ડી.) ડ્રગ્સ: 93.31 ગ્રામ (કિંમત રૂ. 9,33,100/-)

    એક્ટિવા (રજી. નં. GJ-16-EB-2547): રૂ. 80,000/-

    મોબાઇલ ફોન (1 નંગ): રૂ. 10,000/-

    રોકડ: રૂ. 514/-


    કુલ મુદ્દામાલની કિંમત: 10,23,614 રૂપિયા


    વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા 8 મહીનામાં NDPS ACT હેઠળ કુલ-18 ગુના નોંધવામાં આવ્યા છે અને જે કેસોમાં વિવિધ માદક પદાર્થ કિ.રૂ. 1,35,61,972 કબજે કરવામાં આવેલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિં. રૂ. 1,56,24,466 નો કબજે કરી કુલ 32 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.