મહેનતના રૂપિયા નહીં મળતા શેઠનું ઢીમ ઢાળી નાસી જનાર ઇનામી આરોપી 16 વર્ષે ઝડપાયો.
લેબર કોન્ટ્રાકટની હત્યાનો ભેદા 16 વર્ષે ઉકેલાયો, રાજસ્થાનથી હત્યારાની કરાઇ ધરપકડ
Updated : July 25, 2025 07:03 pm IST
Jitendrasingh rajput
છેલ્લા 16 વર્ષથી પેન્ડીંગ રહેલા હત્યાના બનાવમાં આરોપીના માથે પોલીસે રૂ. 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતુ. જે આરોપીને પોલીસે આખરે રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ઝડપી પાડી લેબર કોન્ટ્રાક્ટરની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગત તા. 27 જાન્યુઆરી 2009ના રોજ હત્યાનો એક ગુનો નોંધાયો હતો. જેમાં મૃતદેહ 25 વર્ષીય ઇમરાન ઉર્પે મુન્ના પ્યારેસાહેબા દાયમા (રહે. તખલ્લુસ પાર્ક, તાંદલજા )નો હોવાનું ખુલ્યું હતુ. ઇમરાનની હત્યા રણોલી જીઆઇડીસી નજીક આવેલી એલ.એન્ડ.ટી કંપની પાસે કરવામાં આવી હતી. જેથી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. હત્યાનો ભેદ ઉકેલવા વડોદરા તેમજ આસપાસ અને રાજ્ય બહાર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
લાંબા સમય સુધી ચાલેલી તપસામાં પોલીસને કોઇ સફળતા હાથ લાગી ન હતી. જેથી આખરે સી.આર.પી.સીની કલમ 70 મુજબનુ વોરંટ જાહેરલ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત આરોપીને પકડવામાં મદદરૂપે થનારને રૂ. 10 હજારના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. છતાંય પોલીસને કોઇ સફળતા મળી ન હતી. દરમિયાન જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ટોપ 10 નાસતા ફરતા આરોપીઓ અને પેન્ડીંગ કેસની તપાસ તાજેતરમાંજ હાથ ધરવામાં આવી હતી. તેવામાં ઇમરાન દાયમા હત્યા કેસનો આરોપી જેના માથે રૂ. 10 હજારનું ઇનામ જાહેર કરાયું હતુ. તે હજી પોલીસ પકડથી દૂર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જેમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ ઇન્ટેલીજન્સની મદદથી પોલીસને જાણવા મળ્યું કે, ઇમરાનની હત્યા તેના જ માણસ નગાભાઇ હડીયાભાઇ સારેલે કરી હતી, જે હાલ રાજસ્થાનના બાંસવાડા પોતાના વતનમાં છે. જેથી પોલીસની એક ટીમ તાત્કાલીક રવાના કરવામાં આવી અને પુરતી ખાતરી કર્યા બાદ નગાભાઇ સારેલને બાંસવાડાના કુશલગઢ જિલ્લાના બીયાવાડા ગામેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે હત્યાના ગુનામાં ઝડપેલા આરોપીની પ્રાથમિક પુછતાછ કરતા, જે તે સમયે ઇમરાને કામના રૂપિયા ન ચુંકવ્યાં હોવાથી આવેશમાં આવી પાવડાના હાથાથી માથા અને પેટના ભાગે હુમલો કરી હત્યા કરી નાખી હતી. આમ 16 વર્ષે હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસે આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
