Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    GSFC નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડની કફોળી હાલતથી વડોદરાના સાંસદ બેખબર !!

    Updated : July 01, 2025 06:51 pm IST

    Bhagesh Pawar
    GSFC નજીક નેશનલ હાઇવેના સર્વિસ રોડની કફોળી હાલતથી વડોદરાના સાંસદ બેખબર !!

    ચોમાસાની શરૂઆતની સાથે જ સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીની પોલ ખુલવાની પણ શરૂઆત થયી જતી હોય છે. એમાં પણ ખાસ રસ્તાઓ પર થતી કામગીરી ની વાત કરીએ તો કેન્દ્રીય સરકાર હસ્તકની નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા થતી કામગીરી હોય કે ગુજરાત સરકાર દ્વારા થતી હાઇવે ની કામગીરી કે પછી મહાનગર પાલિકાઓ દ્વારા શહેરો માં થતી રોડ રસ્તાઓની કામગીરી, દરેક જગ્યાએ તંત્ર પોતાનું કામ બતાવવામાં નિષ્ફળ નીવડે છે.

    જેમ વરસાદી ઋતુમાં વડોદરા શહેરમાં રોડ રસ્તાઓની ખસ્તા હાલત જોવા મળતી હોય છે તેવી જ રીતે આ પરિસ્થિતી નેશનલ હાઇવે પર પણ જોવા મળી રહી છે. વડોદરા શહેરના ઉત્તર દિશામાં આવેલ જીએસએફસી નજીક થી પસાર થતા નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ની હાલત એટલી કફોળી બની છે કે ત્યાંથી પસાર થનાર દરેક વાહનચાલક પશ્ચાતાપ કરે છે કે તેને આ રસ્તા પર આવીને ભૂલ કરી. જીએસએફસી નજીક થી તમે જો પોતાનું વાહન દુમાડ ચોકડી તરફ હાઇવે પર લઈ જવા માટે આગળ વધશો તો મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.


    નેશનલ હાઇવે બ્રિજની બાજુનો સર્વિસ રોડ એટલો બિસ્માર પરિસ્થિતીમાં છે કે કદાચ એવો વિચાર આવે કે આ બાબતની જાણ સરકારને, હાઇવે ઓથોરિટી કે પછી સાંસદને હશે ખરી? કેમ જો આ વાતની જાણ તેમને થાય તો આ રોડનું સમારકામ તુરંત જ શરુ થયી જાય. પણ કદાચ તંત્ર આ વાત થી બેખબર છે તેવું જણાઈ આવે છે.

    અબજો રૂપિયા ખર્ચીને સરકાર દ્વારા હજારો કિલોમીટરના નેશનલ હાઇવે બનાવી વિકાસ કર્યો હોવાનો યશ લેવામાં આવે છે ત્યારે નજીવા વરસાદમાં આ પ્રજાના અબજો રૂપિયાના ખર્ચે બનેલ રસ્તાઓના કફોળી હાલતની જવાબદારી કોઈ નેતા લેશે ખરા ?

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.